સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે જતા હોવ તો જાણી લો, હવે માસ્ક ફરજિયાત, જાણો બીજું પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદાઃ દુનિયાની સૌથી મોટી લોખંડી પુરુષ સરદાર પટેલની પ્રતિમા અને તેની આસપાસ થયેલા ટુરિઝમ વિકાસને પગલે અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. તે દરમિયાનમાં હાલમાં દેશ દુનિયામાં ઠેરઠેર કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ એવા બીએફ.7નો હાહાકાર મચ્યો છે. આ વેરિએન્ટ વધુને વધુ લોકોને સંક્રમિત કરવાની તાકાત ધરાવતો હોવાને કારણે ટુંકા ગાળામાં વધારે દર્દીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. જેના કારણે હવે ચિંતાનું વાતાવરણ એટલે ઊભું થયું છે કે હાલમાં જ ગુજરાતમાં બે દર્દીઓ પણ નોંધાયા હતા. જે પછી મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો…
ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ
વડોદરાઃ MSUમાં નમાઝ અદા થઈ તો હિન્દુ સંગઠનોને ગુસ્સો આવ્યો, કાઉન્સેલિંગની જરૂર કોને?
GUJARAT માં COVID ના કેટલા અને ક્યાં કેસ નોંધાયા? કયા જિલ્લામાં કેટલા કેસ

તંત્રની અગમચેતી રૂપે તૈયારી
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે બહોળી સંખ્યામાં લોકો આવે છે અને આ બાજુ કોરોનાના વેરિએન્ટ ઓમિક્રોનના સબ વેરિએન્ટ બીએફ.7ના ફેલાઈ રહેલા સંક્રમણને કારણે હાલ તંત્ર પણ ઠેરઠેર અગમચેતીના પગલાઓ લઈ રહ્યું છે. હોસ્પિટલ્સમાં વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ, દવાઓ સહિતની સુવિધાઓને અગાઉથી જ તૈયાર રાખવામાં આવી રહી છે. તો ઘણા લોકો હવે કોરોનાની બાકી વેક્સીન લેવા દોડી રહ્યા છે. આ સંજોગો ઉપરાંત હાલમાં ડિસેમ્બરનો તહેવારો અને રજાઓના માહોલ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટિ પ્રવાસે લોકો મોટી સંખ્યામાં આવે તો તેમની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા મંગળવારથી માસ્ક પર અનિવાર્યતાનો સિક્કો લગાવી દીધો છે. સાથે જ સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન ઉપરાંત કોરોનાને લગતી ગાઈડલાઈન્સનું પાલન કરવાનું રહેશે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

તમારા વ્હોટ્સએપ પર અમારા સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT