UK ગયેલા દીકરા માતાના અંતિમ સંસ્કારમાં પણ ન આવ્યા, પિતાએ સંપત્તિ દાન કરી દેતા હવે HCમાં અરજી કરી
અમદાવાદ: વૃદ્ધ માતા-પિતા જીવતા હતા ત્યારે તેમનું મોઢું જોવા પણ ન આવનારા બે દીકરાઓએ તેમના નિધન બાદ વારસાઈની મિલકત લેવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હોવાનો…
ADVERTISEMENT
અમદાવાદ: વૃદ્ધ માતા-પિતા જીવતા હતા ત્યારે તેમનું મોઢું જોવા પણ ન આવનારા બે દીકરાઓએ તેમના નિધન બાદ વારસાઈની મિલકત લેવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં નિવૃત્ત IT અધિકારીના બે દીકરા યુ.કેમાં રહે છે. જોકે માતા બીમાર હોવાથી પિતાએ તેમને મળવા માટે બોલાવ્યા હતા, જોકે એકપણ દીકરો મળવા ન આવ્યો. આથી પિતાએ પોતાની તમામ મિલકત ટ્રસ્ટને દાનમાં આપી દીધી. ત્યારે હવે બંને દીકરાઓને મિલકત પાછી લેવા હાઈકોર્ટમાં અરજી કરી છે.
માતાના અંતિમ વિધિમાં પણ દીકરા ન આવ્યા
સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રશ્મિકાંત ઠક્કર તેમના પત્ની નીમાબેન સાથે એકલા રહેતા હતા. તેમના બંને દીકરા યુ.કેમાં સ્થાયી થયા હતા. દીકરાઓને માતા-પિતાએ ઘણીવાર તેમને મળવા બોલાવ્યા પણ તેઓ નહોતા આવતા.2018માં નીમાબેન બીમાર થતા પથારીવશ હતા આથી પિતાએ તેમને માતાને મળવા આવવા કહ્યું છતાં તેઓ ન આવ્યા. દીકરાઓનું મોઢું જોવાની ઈચ્છા સાથે જ નીમાબેનનું મોત થઈ ગયું જોકે માતાની અંતિમ વિધિમાં પણ દીકરાઓ ડોકાયા નહીં. આથી પિતા રશ્મિકાંતે પોતાની તમામ મિલકત જ્ઞાતિના ટ્રસ્ટને દાનમાં આપી દીધી.
ADVERTISEMENT
પિતાએ સંપત્તિ ટ્રસ્ટને આપી દીધી
બે વર્ષ બાદ રશ્મિકાંતભાઈનું પણ મોત થયું. જોકે તેમણે મૃત્યુ પહેલા પાવર ઓફ એટર્ની બનાવી રાખી હતી અને પોતાના મિત્રના દીકરાને તે આપી હતી. જે મુજબ તેમનો બંગલો ઓફિસ સહિતની મિલકત જ્ઞાતિના ટ્રસ્ટને સોંપી દેવામાં આવી. વર્ષો બાદ તેમના દીકરા અમદાવાદ આવ્યા જે બાદ તેમને સમગ્ર બાબતની જાણ થઈ. ત્યારે જીવતા માતા-પિતાનું એકવાર પણ મોઢું જોવા ન આવેલા દીકરાઓએ પિતાની મિલકત પર હક જમાવતા તેને પાછી મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT