રિષભ પંતને તરફડિયા મારતો મૂકી લોકો રૂપિયા લૂંટતા રહ્યા? અટકળો થઈ વેગવંતી…
દિલ્હીઃ ક્રિકેટર રિષભ પંતનો ગંભીર અકસ્માત થયો છે. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર પંતની ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. તેને માથામાં કટ પડ્યા છે અને…
ADVERTISEMENT
દિલ્હીઃ ક્રિકેટર રિષભ પંતનો ગંભીર અકસ્માત થયો છે. દિલ્હી-દેહરાદૂન હાઈવે પર પંતની ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. તેને માથામાં કટ પડ્યા છે અને પીઠ તથા પગમાં પણ ઈજા પહોંચી છે. પરંતુ અત્યારે તેની સ્થિતિ સ્થિર જણાવાઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિષભ પંતની ગાડીમાં ત્રણથી ચાર લાખ રૂપિયા રોકડા હતા. જે અકસ્માત પછી રસ્તા પર વિખેરાઈ ગયા હતા. આ દરમિયાન અટકળો એવી વહેતી થઈ છે કે કેટલાક લોકોએ પંતને મદદ કરવા કરતા આ રૂપિયા લૂંટવા લાગ્યા હતા.
લોકો રૂપિયા લૂંટવા લાગ્યા
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિષભ પંતનો અકસ્માત થયો ત્યારપછી એની ગાડીમાંથી લગભગ 4થી 5 લાખ રૂપિયા રસ્તા પર વિખેરાઈ ગયા હતા. આ દરમિયાન લોકોએ રિષભ પંતને મદદ કરવાના સ્થાને રૂપિયાની નોટના બંડલ ભેગા કરવા લાગ્યા હોવાની અટકળો વેગવંતી થઈ છે. ત્યારે અન્ય કેટલાક લોકો વીડિયો ઉતારતા હતા.
2થી 3 શખસોએ માનવતા રાખી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિષભ પંતને બચાવવા માટે 2થી 3 શખસોએ માનવતા રાખી હતી. તેમણે રસ્તા પર ગંભીર રીતે ઈજાગ્રસ્ત રિષભ પંતની સહાય કરી હતી. આમાંથી એક યુવક તાત્કાલિક જ રિષભ પંતને ઓળખી ગયો હતો. તે સવારે ડ્યૂટી પર જઈ રહ્યો હતો. તેણે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત રિષભ પંતને ઓળખી લીધો હતો. સ્થાનિક ડોકટરે પણ કહ્યું કે યોગ્ય સમયે રિષભ પંતને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
(આ અટકળો અને રિપોર્ટ્સની પુષ્ટિ ગુજરાત તક કરતુ નથી. અત્યારે આ ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. )
ADVERTISEMENT