તો હૈદરાબાદમાં થયો હોત આતંકી હુમલો.. પાકિસ્તાનનું ભયાનક કાવતરું આવ્યું બહાર
નવી દિલ્હી: આર્થિક સંકડામણ અને ભૂખમરાથી ત્રસ્ત પાકિસ્તાન હજુ પણ ભારત વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડવાનું છોડી રહ્યું નથી. પાકિસ્તાન ભારતમાં મોટા પાયે હુમલાનું કાવતરું ઘડી…
ADVERTISEMENT
નવી દિલ્હી: આર્થિક સંકડામણ અને ભૂખમરાથી ત્રસ્ત પાકિસ્તાન હજુ પણ ભારત વિરુદ્ધ હુમલાનું કાવતરું ઘડવાનું છોડી રહ્યું નથી. પાકિસ્તાન ભારતમાં મોટા પાયે હુમલાનું કાવતરું ઘડી રહ્યું છે. આ માટે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પણ આતંકવાદીઓની ભરતી કરી રહી છે. ભરતી થયેલા યુવાનોને સૂચના આપનારા હેન્ડલર્સ પણ પાકિસ્તાનના છે. એનઆઈએની એફઆઈઆરમાંથી આ તમામ ખુલાસો થયો છે. હૈદરાબાદમાં લોન વુલ્ફ ઍટેક ની તૈયારીઓ ચાલી રહી હતી. હૈદરાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં આ ખુલાસો થયો છે.
NIAના જણાવ્યા અનુસાર ઓક્ટોબર મહિનામાં હૈદરાબાદમાં આતંકવાદી હુમલાની યોજના ઘડવા બદલ 3 લોકો વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. એનઆઈએએ તેની એફઆઈઆરમાં કહ્યું છે કે આ સ્કીમના માસ્ટર માઈન્ડ અબ્દુલ ઝાહિદ પર હૈદરાબાદમાં આતંકવાદ સાથે જોડાયેલા અનેક કેસમાં સામેલ હોવાનો આરોપ છે.
2 હેન્ડ ગ્રેનેડ પણ મળી આવ્યા હતા.
NIAની FIR દ્વારા પાકિસ્તાનના ષડયંત્રનો ખુલાસો થયો છે. આતંકી ઝાહીદના ઠેકાણામાંથી 2 હેન્ડ ગ્રેનેડ, લગભગ 4 લાખ રૂપિયા રોકડા અને બે મોબાઈલ મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઝાહીદને અગાઉ 2005માં આત્મઘાતી બોમ્બ ધડાકાના કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી હતી પરંતુ પુરાવાના અભાવે 2017માં તેને છોડી દેવામાં આવ્યો હતો. અબ્દુલ પર એવો પણ ગંભીર આરોપ છે કે તેણે લશ્કર-એ-તૈયબા અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલા પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સની સૂચના પર આતંકવાદ ફેલાવવા માટે મોહમ્મદ સમીઉદ્દીન, માઝ હસન ફારૂક અને ઘણા યુવાનોની ભરતી કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
હૈદરાબાદમાં કરવાના હતા વિસ્ફોટ
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ઝાહિદને પાકિસ્તાની હેન્ડલર્સની સૂચનાઓ મળી હતી. હૈદરાબાદ શહેરમાં તેના સાથીદારો સાથે વિસ્ફોટ કરવા ઉપરાંત તે લોન-વુલ્ફ એટેક સહિત અનેક આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની તૈયારીમાં હતો. જાન્યુઆરીમાં, MHAએ NIAને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવાનો સુચન આપવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રને માહિતી મળી હતી કે ઝાહિદ નામના વ્યક્તિએ વિસ્ફોટ અને એકલા વરુના હુમલા સહિતની આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી છે. તે તેના ‘પડોશી દેશમાં સ્થિત માસ્ટર્સ’ની સૂચના પર ગેંગ સાથે મળીને કાવતરું ઘડી રહ્યો હતો. MHAની સૂચના બાદ NIAએ આ મામલે FIR નોંધી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT