શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના આ ઉમેદવાર માટે પ્રચાર કર્યો, કહ્યું- ભાજપ વિરુદ્ધ ભયંકર અંડર કરંટ છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લી: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને બીજા તબક્કાનું મતદાન હવે 5મી ડિસેમ્બરે યોજાશે. ત્યારે બાયડથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા માટે પિતા શંકર વાઘેલા ચૂંટણી પ્રચાર કરવા મેદાને ઉતર્યા હતા. જ્યાં તેમણે કોંગ્રેસની જીતનો દાવો કર્યો હતો. જ્યારે આમ આદમી પાર્ટીને ઉછીની પાર્ટી બતાવી હતી.

મતદાનની ઓછી ટકાવારી ગુજરાત સરકારની નિષ્ફળતા
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, ગુજરાતની 50 ટકા પ્રજાએ પોતાનું ભવિષ્ય EVMમાં બંધ કર્યું છે.કેટલાય EVMના બોગસ પોલિંગના પણ સમાચાર છે. જેમાં ઈલેક્શન કમિશન ધ્યાન રાખે અને બોગસ પોલિંગ થઈ રહ્યું છે તેવા અધિકારીઓ પર કાર્યવાહી કરે. જે રીતે મતદાનની ટકાવારી ઓછી થઈ છે તે ગુજરાત સરકારની નિષ્ફળતા, ભાજપ તરફથની નફરત, સરકાર પાસેની અપેક્ષાઓ કોઈ પૂરી ન થતી હોય એવા માટેની વિમુખતા હોય એ રીતે મતદારોએ હરખથી મતદાન નથી કર્યું. મોટા ભાગનું મતદાન ભાજપ વિરોધમાં થયું છે. ભાજપથી દુઃખી જે મિત્રો અપક્ષથી ઊભા છે તે પણ ધારાસભ્યો બને.

ભાજપ પ્રત્યે પ્રજાનો ભયંકર અંડર કરંટ
તેમણે કહ્યું કે, પ્રજાનો અંડર કરંટ ભયંકર એન્ટી બીજેપી છે. લોકલ ધારાસભ્યની એન્ટી ઈન્કમ્બન્સી હોય અને 27 વર્ષના શાસનની નફરત, આ નફરતમાં મોંઘવારીમાં એક શબ્દ ભાજપવાળા બોલતા નથી, માત્ર રોડ શો, રોડ-શો, નોકરી માટે કોઈ કહેતું નથી. એ જોતા 5મી તારીખે પણ લોકો મતદાન એન્ટી બીજેપી કરશે અને કોંગ્રેસને બહુમતી આપશે એવું મને લાગે છે. સાથે જ તેમણે AAP વિશે કહ્યું કે, આમ આદમી પાર્ટી ઉછીની પાર્ટી છે. એ પાર્ટીમાં પોતાનું કહેવાય એવું કંઈ નથી.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: હિતેશ સુતરીયા)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT