અમદાવાદમાં ‘પઠાણ’નો ક્રેઝ, ‘ટીમ SRK વોરિયર્સ’ પોસ્ટર્સ સાથે થિયેટર પહોંચી, શાહરૂખના ફોટોવાળી કેક પણ કાપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં આજે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ રિલીઝ થઈ ગઈ છે. ત્યારે અમદાવાદમાં લાંબા સમય બાદ ફિલ્મી પડદે કમબેક કરી રહેલા શાહરૂખ ખાનની ફિલ્મ જોવા માટે તેના ફેન્સમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના થિયેટર બહાર શાહરૂખ ખાનના ફેન ‘ટીમ SRK વોરિયર્સ’ પોસ્ટર્સ લઈને ફિલ્મ જોવા પહોંચ્યા હતા. તેમણે આ સાથે જ પઠાણના શાહરૂખના પાત્રના ફોટોવાળી કેક કાપીને ફિલ્મની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો: રચાયો ઈતિહાસ! ‘નાટૂ નાટૂ’ની ઓસ્કરમાં થઈ એન્ટ્રી, ખુશીથી ઝુમી RRR ટીમ

દુનિયાના 100થી વધુ દેશોમાં ફિલ્મ રિલીઝ થઈ
દેશ સહિત દુનિયાના 100થી વધુ દેશોમાં પઠાણ ફિલ્મ એકસાથે રિલીઝ થઈ રહી છે. ભારતમાં ફિલ્મ માટે શાહરૂખના ફેન્સમાં જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા થિયેટરો એડવાન્સ બુકિંગથી જ હાઉસફુલ થઈ ગયા હતા. વહેલી સવારથી જ ટિકિટ બારી પર પણ ભારે ભીડ જોવા મળી હતી.

ADVERTISEMENT

અમદાવાદમાં થિયેટરમાં પોલીસની સુરક્ષા
નોંધનીય છે કે, ફિલ્મ પઠાણનો બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુજરાતના ઘણા શહેરોમાં પહેલા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે રાજ્ય સરકારે ફિલ્મના રિલીઝને લઈને થિયેટરોમાં સુરક્ષા આપવાની વાત કરતા જ VHPના સુર બદલાઈ ગયા હતા. વિશ્વ હિન્દુ પરિષદે ફિલ્મનો વિરોધ ન કરવાનો નિર્ણય લીધો હતો. બીજી તરફ અમદાવાદમાં પોલીસની સુરક્ષા વચ્ચે થિયેટરમાં પઠાણ ફિલ્મ રિલીઝ થઈ છે. જેથી કોઈ અનિચ્છનિય બનાવ ન બને.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT