Gujarat માં ઠંડી ઘટતા જ શાળાઓ પૂર્વવત થશે, બેવડી ઋતુથી રોગચાળો બેકાબુ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં ઠંડી વધતાં શિક્ષણ વિભાગે શાળાનો સમય અડધો કલાક જેટલો મોડો કર્યો હતો. જો કે હવે શાળાઓ પૂર્વવત સમયે જ શરૂ થશે. ઠંડીમાં ઘટાડો થતાં આગામી સોમવારથી સ્કૂલનો સમય રાબેતા મુજબ કરવા શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ઠંડીથી બચવા બાળકો સ્કૂલના યુનિફોર્મ અને સ્વેટર ઉપરાંત કોઈપણ સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, શાલ સહિતના કોઇપણ વસ્ત્રો પહેરવા માટેની છુટ આપી હતી. શાળા સંચાલકોને પણ આ અંગેની કડક સુચના આપવામાં આવી હતી. જો કે હવે વિદ્યાર્થીઓને શાળામાં રાબેતા મુજબ આવવા આદેશ અપાયો છે. આગામી સોમવારથી શાળા ફરી પોતાના પૂર્વવત સમયે શરૂ થશે.

આગામી 72 કલાકમાં તાપમાનમાં ઘટાડો આવી શકે
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી 72 કલાક બાદ તાપમાનમાં ઘટાડો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. આ ઉપરાંત વાતાવરણ પણ સૂકું રહેશે. હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે. જ્યારે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. રાજ્યમાં પારો ઉંચકાતા ઠંડીનું પ્રમાણ ઘટી ગયું અને ગરમીનું પ્રમાણ વધતા બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ જો કે આગામી પાંચ દિવસ સુધી બેવડી ઋતુનો અનુભવ થઇ શકે છે. આ ઉપરાંત બીજી તરફ આ સાથે આગામી 22થી 26 દરમિયાન માવઠાની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી તાપમાનો પારો ઉચકાયો છે. જેથી સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT