આર્ય કન્યા ગુરૂકુલમાં સજાતીય સંબંધોનો મામલો પહોંચ્યો ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સુધી, નવા-જૂનીના એંધાણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

પોરબંદર: શહેરની  જાણીતી આર્ય કન્યા ગુરુકુલ ફરી વિવાદમાં સપડાઈ છે. અહીં કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીના વાલી દ્વારા આરોપ લગાવાયો છે કે ગુરુકુલ હોસ્ટેલમાં સજાતીય પ્રવૃત્તી થાય છે.  ત્યારે આ મામલે  વિદ્યાર્થીનીએ ત્રણ વખત કમ્પલેન કરી હતી છતાં કોઈ પગલાં ન લીધા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે.  આક્ષેપ કરનાર વિદ્યાર્થીનીઓ અને તેના વાલીઓ ચાઇલ્ડ વેલ્ફેર કમિટી કચેરી પહોંચ્યા છે.

ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ જાણો શું કહ્યું 
ત્યારે આ મામલે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીએ કહ્યું કે કમિટીમાં આ મામલે ચર્ચા કરી દિકરીનું કાઉન્સિલીગ કરીશું. કમિટી દ્વારા કાઉન્સિલગ કર્યા બાદ આગળ શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય કરવામાં આવશે.

વિદ્યાર્થીનીનો આક્ષેપ 
વિદ્યાર્થીનીએ ગુરુકુલ હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીનીઓ સજાતીય સંબંધો બાંધવા મજબુર કરતી હોવાનો આક્ષેપ કર્યો છે.  સજાતીય સંબંધો બાંધવાને લઇને ચિઠ્ઠી પણ લગાવામાં આવી હોવાનું વિદ્યાર્થીની દ્વારા કહેવામાં આવીઉઈ છે.  ત્યારે ચીઠ્ઠીમાં ખુબજ બિભત્સ લખાણ હતું.  જે ચિઠ્ઠી વિદ્યાર્થીનીએ તેના વાલીને બતાવી હતી. આ મામલે વિદ્યાર્થીનીઓ અને તેના વાલીઓ દ્વારા ઉગ્ર રોષ ઠાલાવવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: કુંવરજી બાવળીયાની શાળામાં 15 વર્ષની વિદ્યાર્થિનીનો આપઘાત, જાણો શું છે ઘટના

જાણો શું છે ઘટના 
પોરબંદરમાં જાણીતી એવી આર્ય કન્યા ગુરુકુલ વિવાદો વચ્ચે ઘેરાઈ છે. બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલાના દાદા સસરા દ્વારા બનાવવામાં આવેલી કન્યા ગુરુકુળ શાળા મહેતા પરિવાર દ્વારા સંચાલિત છે. આર્ય કન્યા ગુરુકુલ પર એક વિદ્યાર્થિનીના વાલી દ્વારા આરોપ લગાવાયા છે જેમાં તેમણે ગુરુકુલ હોસ્ટેલમાં સજાતિય પ્રવૃત્તિ ચાલતી હોવાનું કહ્યું હતું. કોલેજમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીના વાલી દ્વારા એવો પણ આરોપ લગાવાયો છે કે વિદ્યાર્થિનીને હોસ્ટેલના રૂમમાં ચીઠ્ઠી લખીને સંબંધ બાંધવાની માગ કરવામાં આવી છે.

ADVERTISEMENT

(વીથ ઈનપુટઃ અજય શીલુ, પોરબંદર)

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT