Janmashtami 2024: ડાકોર, દ્વારકા અને શામળાજીમાં જન્માષ્ટમીએ ઠાકોરજીના દર્શન માટેનો સમય શું રહેશે?

ADVERTISEMENT

Janmashtami 2024
Janmashtami 2024
social share
google news

Janmashtami 2024: આવતીકાલે 26મી ઓગસ્ટે દેશભરમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સવારથી જ કૃષ્ણ મંદિરોમાં લાખો ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ઉમટતા હોય છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ અને પોલીસે તૈયારીઓ કરી છે. આ વખતે જન્માષ્ટમીએ તમે પણ દ્વારકા, શામળાજી કે ડાકોર જવાના હોય તો કાળિયા ઠાકોરના દર્શન માટેનો સમય શું રહેશે, જાણી લો. 

દ્વારકામાં દર્શન માટેનો સમય

  • 26-8-2024 શ્રીજીની મંગળા આરતી દર્શન 6 કલાકે
  • મંગળા દર્શન સવારે 6થી 8 કલાકે
  • શ્રીજીની ખુલ્લે પડદે સ્નાન દર્શન અભિષેકના દર્શન 8 કલાકે
  • શ્રીજીને સ્નાન ભોગ (દર્શન બંધ) 10 કલાકે
  • શ્રીજીને શ્રૃંગાર ભોગ (દર્શન બંધ) 10:30 કલાકે
  • શ્રીજીની શ્રૃંગાર આરતી 11:00 કલાકે
  • શ્રીજીનો ગ્વાલ ભોગ (દર્શન બંધ) 11:15 કલાકે
  • શ્રીજીને રાજભોગ (દર્શન બંધ) 12 કલાકે 
  • અનોસર (બંધ) 1 થી 5 કલાક સુધી બપોરે રહેશે 
  • શ્રીજીના દર્શનના સમયનો સાંજનો ક્રમ ઉત્થાપન દર્શન 5 કલાકે
  • શ્રીજીને ઉત્થાપન ભોગ (દર્શન બંધ) 05:30 કલાકે 5:45 કલાકે
  • શ્રીજીને સંધ્યા ભોગ (દર્શન બંધ) 7:15 કલાકથી 7:30 કલાક સુધી
  • શ્રીજીની સંધ્યા આરતી દર્શન 7:30 કલાકે
  • શ્રીજીને શયન ભોગ (દર્શન બંધ) 8 કલાકથી 8:10 કલાક સુધી
  • શ્રીજીની શયન આરતી દર્શન 08:30 કલાકે
  • શ્રીજી શયન અનસર (દર્શન બંધ) 09:00 રહેશે. 
  • શ્રીજીના જન્મોત્સવ દર્શન સમય રાત્રે શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન 12 કલાકે
  • શ્રીજી શયન (દર્શન બંધ) 02:30 કલાકે રહેશે

ડાકોર મંદિરમાં દર્શન માટેનો સમય

  • ડાકોરમાં ઠાકોરજીના દર્શન માટેનો સમય સવારે 6.30 વાગ્યાથી 6.45 વચ્ચેનો રહેશે.
  • અનોસર (મંદિર બંધ) બપોરે 1 થી 4.45 વાગ્યા સુધી.
  • ઉત્થાપન આરતીનો સમય સાંજે 5 વાગ્યાનો રહેશે.
  • જન્માષ્ટમી મહોત્સવના આરતી દર્શન રાત્રે 12 વાગ્યે રહેશે.

શામળાજી મંદિરમાં ક્યારથી દર્શન કરી શકાશે?

  • શામળાજીમાં મંદિર સવારે 6 વાગ્યે ખુલશે.
  • મંગળા આરતી સવારે 6.45 વાગ્યે થશે.
  • શણગાર આરતી સવારે 9.15 વાગ્યે થશે.
  • સવારે 11.30 વાગ્યે રાજભોગ ધરાવવામાં આવશે, આથી મંદિર બંધ થશે.
  • બપોરે 12.15 વાગ્યે મંદિર ખુલશે અને રાજભોગ આરતી થશે.
  • બપોરે 1 વાગ્યે ઠાકોરજી પોઢી જશે અને મંદિર બંધ થઈ જશે.
  • બપોરે 2.15 વાગ્યે ઉત્થાપન થશે.
  • સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી.
  • 8 વાગ્યે શયન ભોગ થશે.
  • રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી.
  • રાત્રે 12.30 વાગ્યે આરતી થશે.
  • અને રાત્રે 1 વાગ્યે મંદિરના દ્વાર બંધ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT