સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના સામે સુરત પોલીસની લાલ આંખ, બહાર પાડ્યું જાહેરનામું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ, સુરત: રાજ્યભરમાં  મસાજ પાર્લેરની આડમાં કૂટણખાનું ચાલતું હોવાનું અનેક વખત સામે આવ્યું છે. સપની આડમાં ચાલી રહેલા આવા કુટણખાના પર પોલીસે દરોડા પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હવે સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે.  સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.  જેમાં સ્પા/મસાજ પાર્લેરના સંચાલકોએ તેમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિતની જરુંરી તમામ વિગત હવે પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ સ્ટેટ પર પોલીસ તંત્ર એક્શન મોડ પર જોવા મળી રહ્યું છે. આ દરમિયાન સુરત પોલીસ દ્વારા સ્પાની આડમાં ચાલી રહેલા કુટણખાના સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે.  સુરતમાં સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાઓને બંધ કરવા પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ હવેથી સ્પામાં વિદેશી યુવતીઓના કામ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે સ્પા સંચાલકે સ્ટાફના ફોટો પ્રુફની જાણકારી પણ પોલીસને આપવી પડશે તેવું જણાવાયું છે. હુકમનો ભંગ કરાશે તો પોલીસ જાહેરનામા ભંગની કાર્યવાહી પણ કરી શકશે.

જાણો શું છે જાહેરનામામાં
સુરત પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાંમાં સ્પા/મસાજ પાર્લેરે પોતાની સંસ્થા કે એકમનું નામ, માલિક, સંચાલકનું નામ તથા સરનામું અને ટેલીફોન નબર, તેમજ તમામ કર્મચારીની સંપૂર્ણ ફોટા સાથેની વિગત, જો ભારતીય હોય તો તેના ઓળખ પુરાવા, આ ઉપરાંત હાલનું સરનામું,મૂળ વતનનું સરનામું, ફોન નબર, ઓફીસ તેમજ મોબાઈલ નબરની વિગત, જો વિદેશી હોય તો તેમના પાસપોર્ટની વિગત (પાસપોર્ટ તથા વિઝાની નકલ બીડવાની રહેશે) ક્યાં વિઝા પર ભારત આવ્યા છે, તેની વિગત તેમજ હાલનું સરનામું, ઘર, ઓફીસ તેમજ મોબાઈલ નંબર આપવાનો રહેશે. જે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાની રહેશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: પાટીદાર આંદોલનના કેસ પરત ખેંચવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

30 માર્ચ સુધી જાહેરનામું અમલમાં રહેશે
પોલીસ સ્ટેશનના સહી સિક્કાવાળી કોપી સાચવીને રાખવાની રહેશે. તેમજ સ્પા મસાજ પાર્લેર ચલાવનારે તેમનું ડ્રાઈવિંગ લાયસન્સ, પાનકાર્ડ, આધાર કાર્ડ, ઈલેકશન કાર્ડ રજુ કરવાના રહેશે. આ જાહેરનામું 30 માર્ચ 2023 સુધી અમલી રહેશે અને જાહેરનામાંનો ભંગ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT