જુનિયર ક્લાર્કની ભરતીમાં સેટિંગ અત્યારથી શરૂ! યુવરાજસિંહે કહ્યું સરકારને કોઇ રસ જ નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાત સરકાર દ્વારા આગામી 29-02-2023 ના દિવસે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન થઇ રહ્યું છે. તેવામાં પરીક્ષાઓમાં ગેરરીતિ વિરુદ્ધ અલખ જગાવનાર અને વિદ્યાર્થી તથા આપ નેતા યુવરાજસિંહ દ્વારા ફરી એકવાર સરકાર વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિ કરનારા તત્વો સક્રિય થયા છે. આ અંગે અમે સરકારનાં એકે એક અંગને રજુઆત કરી છે. જો કે સરકાર દ્વારા હજી સુધી આ અંગે કોઇ જ પગલા નહી ભર્યા હોવાનો આક્ષેપ પણ યુવરાજસિંહે લગાવ્યો હતો.

જુનિયર ક્લાર્કના કૌભાંડીઓ ભુતકાળમાં પણ અનેક ગેરરીતિઓ આચરી ચુક્યા છે
યુવરાજસિંહે જણાવ્યું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક (ગ્રામપંચાયત) માં જે ભુતકાળના કૌભાંડીઓ હતા તે એજન્ટો ફરી એકવાર સક્રિય થયા છે. સરકારની કૃદ્રષ્ટીના કારણે પોલીસ કે અન્ય કોઇ કાર્યવાહી તેમની વિરુદ્ધ થઇ નથી. હવે ફરી પરીક્ષા આવતા તેઓ સક્રિય થયા છે અને ઉઘરાણા કરી રહ્યા છે. આ એજન્ટો ભાવનગર, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ગીરસોમનાથ જિલ્લામાં તેઓ વધારે એક્ટિવ થયા છે.

3 લાખ રૂપિયામાં નોકરી ખુલ્લેઆમ વેચાઇ રહી છે
આ લોકો બિનસચિવાલય અને હેડક્લાર્ક જેવી પરીક્ષાઓમાં પણ ગેરરીતી આચરી ચુક્યા છે. તેઓ 3 લાખ રૂપિયા સુધીના ઉઘરાણા કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે. અમારી માંગ છે કે, ભુતકાળના એજન્ટો પર નજર રાખવાની સાથે નજરબંધ કરવામાં આવે તે જરૂરી છે. આ અંગે અમે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ તંત્ર અને વહીવટી તંત્રની સંબંધિત તમામ શાખાઓને જાણ કરી દીધી છે. જો કે હજી સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી જો પેપર ફુટશે તો તેના માટે જવાબદાર સરકાર રહેશે.

ADVERTISEMENT

પાંચ જિલ્લાઓમાં એજન્ટો ભરતી ચલાવી રહ્યા છે
ભાવનગરના દાનાભાઇ ખોડાભાઇ ડાંગર કે તેના સાગરિતો, ભાવનગરના પ્રદિપભાઇ, જસદણના જયંતી ગોહીલ, ચંદુભાઇ ગોહીલ સહિતના અનેક લોકો ફરીથી એક્ટિવ થયા છે. ભુતકાળની પોલીસ ફરિયાદમાં આરોપી હોવા છતા છુટા ફરી રહ્યા છે અને ઉઘરાણા પણ કરી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT