ભગવાને પ્રસાદ ધરાવતી વખતે કેટલીવાર વગાડવી જોઈએ ઘંટડી? જાણી લો નિયમો

ADVERTISEMENT

 Bells Ringing Rules:
ભગવાનને પ્રસાદ ધરાવતી વખતે ન કરતા આ ભૂલ
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

પૂજા કરતી વખતે ઘંટડી વગાડવી શુભ

point

ઘંટડી વગર પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી

point

ઘંટડી વગાડવાના ખાસ નિયમો શું છે

Bells Ringing Rules: હિન્દુ ધર્મમાં પૂજા કરતી વખતે ઘંટડી વગાડવી શુભ માનવામાં આવે છે. ઘંટડી વગર પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી. આ વાત તો ઘર હોય કે મંદિર દરેક જગ્યાએ લાગુ પડે છે. તમને જણાવી દઈએ કે, મંદિર હોય કે ઘર, ખાસ કરીને ભગવાનને પ્રસાદ ધરાવતી વખતે ઘંટડી વગાડવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય જાણો છો કે આવું શા માટે કરવામાં આવે છે અને તેની પાછળનું કારણ શું છે? જો નહીં, તો ચાલો જાણીએ ભગવાનને પ્રસાદ ધરાવતી વખતે ઘંટડી કેમ વગાડવામાં આવે છે અને ઘંટડી વગાડવાના ખાસ નિયમો શું છે!

પ્રસાદ ધરાવતી વખતે કેમ વગાડવામાં આવે છે ઘંટડી?

હિન્દુ માન્યતાઓ અનુસાર, વાયુ તત્વોને જાગૃત કરવા માટે ઘંટડી વગાડવામાં આવે છે. વાસ્તવમાં વાયુમાં પંચ તત્વો હોય છે. વ્યાન વાયુ, ઉડાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ અને પ્રાણ વાયુ. આ માટે ભગવાનને પ્રસાદ ધરાવતી વખતે 5 વખત ઘંટડી વગાડીને આ તમામ તત્વોને જગાડવામાં આવે છે. તે પછી જ ભગાવાનને પ્રસાદ ધરાવવામાં આવે છે, જેથી તેઓ તેનો સ્વીકાર કરી શકે. 

જાણો ભગવાનને પ્રસાદ અર્પણ કરવાની સાચી રીત

વાસ્તવમાં ભગવાનને અર્પણ કરવામાં આવતા ભોજનને નૈવેદ્ય કહેવાય છે. તેમાં અન્ન, જળ, મેવા, મિષ્ઠાન અને ફળ પણ હોઈ શકે છે. નૈવેદ્યને હંમેશા ભગવાનને અર્પિત કરતી વખતે પાનના પત્તામાં જ રાખીને અર્પણ કરવું જોઈએ. વાસ્તવમાં દેવતાઓને પાન અત્તિ પ્રિય છે. આ જ કારણ છે કે જ્યારે પણ તમે ભગવાનને પ્રસાદ અર્પિત કરો ત્યારે તેને પાનના પત્તામાં જ અર્પણ કરો. જણાવી દઈએ કે, પાનના પત્તાની ઉત્તપતિ સમુદ્ર મંથન દરમિયાન અમૃતના ટીપાથી થઈ હતી, આ કારણે જ દેવતાઓને પાન અતિ પ્રિય છે. 
  

ADVERTISEMENT

કયા મંત્રોનો જાપ કરવો જોઈએ

જ્યારે પણ તમે ભગવાનને પ્રસાદ ધરાવો ત્યારે તમારે પાંચ વખત ઘંટડી વગાડવી જોઈએ. ઘંટડી વગાડતી વખતે નીચેના મંત્રોનો જાપ કરો.

મંત્ર

ॐ व्यानाय स्वाहा,
ॐ उदानाय स्वाहा,
ॐ अपानाय स्वाहा,
ॐ समानाय स्वाहा,
ॐ प्राणाय स्वाहा,

ADVERTISEMENT

નોંધ- અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT