રાહુલ ગાંધીએ સજા સાંભળ્યા બાદ શું કહ્યું ? પ્રિયંકા ગાંધીએ કર્યું આ ટ્વિટ
અમદાવાદ: મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા રાહુલ…
ADVERTISEMENT
અમદાવાદ: મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને IPCની કલમ 504 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે સાથે જ રૂ.15 હજારનો દંડ ફટકાર્યો છે. બીજી તરફ રાહુલ ગાંધીને આ કેસમાં રૂ.10 હજારના બોન્ડ પર જામીન મળી ગયા છે. ત્યારે આ મામલે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કર્યું છે. રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીનું સ્લોગન ટ્વિટ કર્યું છે.
રાહુલ ગાંધીએ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં પોતાની રેલી દરમિયાન મોદી અટકને લઈને નિવેદન આપ્યું હતું. ત્યારે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. આ કેસમાં રાહુલ ગાંધી અગાઉ ત્રણ વખત સુરતની કોર્ટમાં હાજર રહી ચૂક્યા છે. ત્યારે આજે તેમણે દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે રાહુલ ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, મારો ધર્મ સત્ય અને અહિંસા પર આધારિત છે. સત્ય મારા ભગવાન છે, અહિંસા તેને મેળવવાનું સાધન છે. – મહાત્મા ગાંધી
मेरा धर्म सत्य और अहिंसा पर आधारित है। सत्य मेरा भगवान है, अहिंसा उसे पाने का साधन।
– महात्मा गांधी
— Rahul Gandhi (@RahulGandhi) March 23, 2023
ADVERTISEMENT
શું કહ્યું પ્રિયંકા ગાંધીએ
રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા બાબતે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી કહ્યું કે, ડરી ગયેલી પૂરી મિશનરી સામ, દંડ, ભેદ લાગુ કરીને રાહુલ ગાંધી નો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે .મારા ભાઈઓ ક્યારેય ડર્યા નથી અને ક્યારેય થશે પણ નહિ. સત્ય બોલતા જીવ્યા છે, સત્ય બોલતા રહીશું. દેશના લોકોનો અવાજ બુલંદ કરતા રહીશું. સત્યની શક્તિ અને કરોડો દેશવાસીઓનો પ્રેમ તેમની સાથે છે.
emb
ADVERTISEMENT
डरी हुई सत्ता की पूरी मशीनरी साम, दाम, दंड, भेद लगाकर @RahulGandhi जी की आवाज को दबाने की कोशिश कर रही है।
मेरे भाई न कभी डरे हैं, न कभी डरेंगे। सच बोलते हुए जिये हैं, सच बोलते रहेंगे। देश के लोगों की आवाज उठाते रहेंगे।
सच्चाई की ताकत व करोड़ों देशवासियों का प्यार उनके साथ है।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) March 23, 2023
ADVERTISEMENT
ADVERTISEMENT