રાહુલ ગાંઘીની સજાને લઈ પાટીલે આપ્યું નિવેદન કહ્યું, તેમને બોલવામાં કોઇ કંટ્રોલ નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ:   રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા છે. ત્યારે કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને IPCની કલમ 504 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે સાથે જ રૂ.15 હજારનો દંડ ફટકાર્યો છે. જોકે  આ કેસમાં રૂ.10 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. ત્યારે આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ  સી.આર.પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંઘીને બોલવામાં કોઇ કંટ્રોલ નથી,  વારંવાર દેશનું અપમાન કરી ચુકયા છે.

2019ની લોકસભા ચૂંટણી સભામાં બધા ચોરોની અટક મોદી કેમ છે મોદીની અટક અંગે રાહુલ ગાંઘીના નિવેદન મામલે ભાજપના ઘારાસભ્ય પુર્ણેશભાઇ મોદીએ સુરત કોર્ટમાં માનહાનીની અરજી કરી હતી. આ કેસમાં આઇપીસી કલમ 499 અને 500 મુજબ રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત જાહેર કર્યા છે. ત્યારે  આ મામલે નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે  નિવેદન આપતા જણાવ્યું કે, રાહુલ ગાંઘી જે રીતે પુરા સમાજ કે કોઇ પણ વ્યકિત વિશે ગમે તેમ બોલી લે છે, તેમનો બોલવામાં કોઇ કંટ્રોલ નથી.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ સજા સાંભળ્યા બાદ શું કહ્યું ? પ્રિયંકા ગાંધીએ કર્યું આ ટ્વિટ

ADVERTISEMENT

પાટીલે  કહ્યું કે, રાહુલ ગાંઘીએ આખા સમાજને બદનામ કરવા જે નિવેદન આપ્યુ હતું તેના કારણે નારાજ થઇને ગુજરાતના પુર્વ કેબિનેટમંત્રી અને હાલના ધારાસભ્ય પુર્ણેશભાઇ મોદીએ કોર્ટમાં કેસ કર્યો હતો.  અને કોર્ટનો આજે ચુકાદો આવ્યો છે . તેમાં તેમને દોષી જાહેર કર્યા છે. આ પછી હવે રાહુલ ગાંઘીના નિવેદન પર સુઘારો થાય તો સારુ.  કેમ કે તેઓ દેશનું પણ વારંવાર અપમાન કરી ચુકયા છે. દેશના લોકો પણ રાહુલ ગાંઘીના આવા નિવેદનને કારણે નારાજ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT