પીએફના પૈસા પણ અદાણીને? PM મોદી પર રાહુલનો વધુ એક પ્રહાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: રાહુલ ગાંધીને સંસદ તરીકે ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ વડાપ્રધાન મોડી સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે પીએમ મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, LIC, SBI અને EPFOની મૂડી અદાણીને આપવામાં આવી રહી છે. તેમણે સવાલ પૂછ્યો કે જનતાના નિવૃત્તિના પૈસા અદાણીની કંપનીઓમાં શા માટે રોકવામાં આવે છે?

પીએમ મોદી પર નિશાન સાધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, LIC, SBI અને EPFOની મૂડી અદાણીને આપવામાં આવી રહી છે, પરંતુ ન તો તપાસ થઈ રહી છે અને ન તો કોઈ જવાબ આપવામાં આવી રહ્યો છે. આખરે પીએમ મોદી કેમ આટલા ડરે છે? રાહુલ ગાંધીએ એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલને લઈને કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે EPFO સબસ્ક્રાઇબર્સ પણ અદાણીના બે શેરના ‘કેપ્ટિવ ઇન્વેસ્ટર્સ’ છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરી ઉઠાવ્યા સવાલો
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પૂછ્યું હતું કે જનતાના રિટાયરમેન્ટના પૈસા અદાણીની કંપનીઓમાં કેમ રોકવામાં આવે છે? તેમણે કહ્યું કે ‘મોદાણી’ના ખુલાસા પછી પણ આવું કેમ થઈ રહ્યું છે. રાહુલે વડાપ્રધાનને પૂછ્યું, ન તપાસ ન જવાબ! આટલો બધો ડર કેમ? LICની મૂડી, અદાણીની! SBIની મૂડી, અદાણીને! EPFOની મૂડી પણ, અદાણીની! ‘મોદાણી’ના ઘટસ્ફોટ પછી પણ જનતાના નિવૃત્તિના પૈસા અદાણીની કંપનીઓમાં શા માટે રોકવામાં આવે? વડાપ્રધાન, કોઈ તપાસ, કોઈ જવાબ નહીં ! આટલો ડર શા માટે?

ADVERTISEMENT

 આ પણ વાંચો: રિઝર્વ બેંક ફરી ઝટકો આપવાની તૈયારીમાં, વધી શકે છે EMI

ADVERTISEMENT

એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત સમાચાર અનુસાર, EPFOનું મોટા ભાગનું રોકાણ નિફ્ટી 50 શેરોમાં કરવામાં આવે છે, જેમાં અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી પોર્ટ્સ એન્ડ SEZનો સમાવેશ થાય છે, જોકે આ હિન્ડેનબર્ગનો રિપોર્ટ જાહેર થાય બાદ અદાણીના તમામ શેરમાં મંદી જોવા મળી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT