રાહુલ ગાંધી જ નહીં પરંતુ લાલુ પ્રસાદ યાદવ, આઝમ ખાન સહિત આ નેતાઓ ગુમાવી ચૂક્યા છે સદસ્યતા, જુઓ લિસ્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાહુલ ગાંધી સદસ્યતા ગુમાવનાર પ્રથમ નેતા નથી. આ પહેલા પણ આવા અનેક સાંસદો અને ધારાસભ્યોની સદસ્યતા જતી રહી છે. રાહુલ ગાંધી સહિત લાલુ પ્રસાદ યાદવ , આઝમ ખાન સહિત અનેક એવા નેતાઓ છે  જેમને કોર્ટે બે વર્ષ કે તેથી વધુની સજા ફટકારી છે.  અને તેમણે પોતાની સદસ્યતા ગુમાવી છે.   રાહુલ ગાંધી સહિત આ નેતાઓ પણ પોતાની સદસ્યતા ગુમાવી ચૂક્યા છે

લાલુ પ્રસાદ યાદવ
સુપ્રીમ કોર્ટના આદેશનો અમલ થયા બાદ સૌથી પહેલા તે લાલુ યાદવ પર અમલવારી થઈ હતી. વર્ષ 2013માં ચારા કૌભાંડ કેસમાં કોર્ટે લાલુ યાદવને સજા સંભળાવી હતી. આ પછી તેમનું સંસદ સભ્યપદ સમાપ્ત થઈ ગયું. આ સાથે તેમના પર ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધી લાલુ યાદવ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે.

આઝમ ખાન
સમાજવાદી પાર્ટીના મજબૂત નેતા અને રામપુરના ધારાસભ્ય આઝમ ખાનની સદસ્યતા પણ જતી રહી છે. આઝમ રામપુરથી સતત 10 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે. આઝમ ખાન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ હતો. આ કેસમાં કોર્ટમાં ત્રણ વર્ષ સુધી કેસ ચાલ્યો અને પછી કોર્ટે તેને ત્રણ વર્ષની સજા સંભળાવી. દોષિત ઠર્યા બાદ આઝમને જામીન મળી ગયા પરંતુ તેમણે વિધાનસભાની સદસ્યતા ગુમાવી દીધી. આ પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આકાશ સક્સેનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં રામપુર સદર સીટ પર પેટાચૂંટણી જીતી હતી.

ADVERTISEMENT

અબ્દુલ્લા આઝમ
સમાજવાદી પાર્ટીના મજબૂત નેતા આઝમ ખાન બાદ તેમના પુત્ર અબ્દુલ્લા આઝમની વિધાનસભાની સદસ્યતા પણ રદ કરવામાં આવી છે. મુરાદાબાદની એક વિશેષ અદાલતે સપાના મહાસચિવ આઝમ ખાન અને તેમના ધારાસભ્ય પુત્ર અબ્દુલ્લા આઝમને 15 વર્ષ જૂના કેસમાં બે વર્ષની જેલની સજા સંભળાવી હતી. અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર સીટથી ધારાસભ્ય બન્યા છે. હવે આ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.

વિક્રમ સૈની
મુઝફ્ફરનગરના ખતૌલીથી ધારાસભ્ય રહી ચૂકેલા વિક્રમ સૈનીએ પણ સદસ્યતા ગુમાવી દીધી છે. વિક્રમને રમખાણોમાં સંડોવણી માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ મામલો 2013નો છે. ત્યારબાદ મુઝફ્ફરનગરમાં કોમી રમખાણો થયા, તે સમયે વિક્રમ સૈની જિલ્લા પંચાયતના સભ્ય હતા અને રમખાણોમાં તેમનું નામ આવ્યું. આ કેસમાં તેને જેલ પણ જવું પડ્યું હતું. વિક્રમ સૈની જેલમાંથી બહાર આવ્યા ત્યારે ભારતીય જનતા પાર્ટીએ તેમને ખતૌલીથી પોતાના ઉમેદવાર બનાવ્યા. આ પછી વિક્રમ સૈની ભારે મતોથી જીત્યા. 2022ની ચૂંટણીમાં પણ ભાજપે તેમને ફરીથી પોતાના ઉમેદવાર બનાવ્યા અને આ વખતે પણ તેઓ હાઈકમાન્ડના વિશ્વાસ પર ખરા ઉતર્યા. ત્યારે ભાજપ મુઝફ્ફરનગરમાં છમાંથી માત્ર બે બેઠકો જીતી શકી હતી, જેમાં ખતૌલી વિધાનસભાની એક બેઠકનો સમાવેશ થાય છે. વિક્રમ સૈનીને રમખાણોના કેસમાં ગયા વર્ષે નવેમ્બરમાં કોર્ટે બે જેલની સજા ફટકારી હતી. આ કારણે તેમની સભ્યપદ સમાપ્ત કરવામાં આવી હતી. જ્યારે ખતૌલી બેઠક ખાલી પડી ત્યારે તેમની પત્ની રાજકુમારી સૈનીને ભાજપે ટિકિટ આપી હતી. જોકે પેટાચૂંટણીમાં તેણીનો પરાજય થયો હતો.

ADVERTISEMENT

મોહમ્મદ ફૈઝલ
લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલને પણ કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી છે. જે બાદ તેની સભ્યતા જતી રહી હતી. ચૂંટણી પંચે લક્ષદ્વીપ લોકસભાની પેટાચૂંટણી યોજવા માટે જાહેરનામું પણ બહાર પાડ્યું હતું. જો કે બાદમાં કેરળ હાઈકોર્ટે સજા પર રોક લગાવી દીધી હતી. અત્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. ફૈઝલ ​​પર કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પીએમ સઈદ અને મોહમ્મદ સાલિયા પર હુમલો કરવાનો આરોપ હતો. આ કેસમાં 32 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ચારને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા. આમાં મોહમ્મદ ફૈઝલ પણ સામેલ હતો.

ADVERTISEMENT

મમતા દેવી
ઝારખંડની રામગઢ વિધાનસભા સીટના ધારાસભ્ય મમતા દેવીને અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા, જેના કારણે આ સીટ ખાલી પડી હતી. મમતાને હજારીબાગ જિલ્લાની વિશેષ અદાલતે પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ તમામને 2016ના રમખાણો અને હત્યાના પ્રયાસના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ મામલો રામગઢ જિલ્લાના ગોલા ખાતે હિંસક વિરોધ સાથે સંબંધિત હતો.

ખબ્બુ તિવારી
ઈન્દ્ર પ્રતાપ સિંહ ઉર્ફે ખબ્બુ તિવારી, જેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી અયોધ્યાની ગોસાઈગંજ સીટના ધારાસભ્ય હતા, તેમની સદસ્યતા 2021માં જતી રહી. ખબ્બુ તિવારીને બનાવટી માર્કશીટ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 18 ઓક્ટોબર 2021ના રોજ કોર્ટે તેને પાંચ વર્ષની સજા ફટકારી હતી.

કુલદીપ સિંહ સેંગર
ઉન્નાવ બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા બીજેપી ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરે પણ તેમનું સભ્યપદ ગુમાવ્યું છે. કુલદીપ સેંગરને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

અશોક ચંદેલ
હમીરપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અશોક કુમાર સિંહ ચંદેલને પણ હત્યાના કેસમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ પછી ચંદેલની વિધાનસભા સદસ્યતા જતી રહી.

અનિલ કુમાર સાહની
આરજેડી ધારાસભ્ય અનિલ કુમાર સાહનીને દિલ્હીની સીબીઆઈ કોર્ટે છેતરપિંડીના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. તેને ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જેના કારણે તેમને બિહાર વિધાનસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. કુર્હાની વિધાનસભા સીટનું પ્રતિનિધિત્વ કરતા સાહનીને 29 ઓગસ્ટના રોજ દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને બે દિવસ પછી તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 2012માં રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેને મુસાફરી કર્યા વિના બનાવટી એર ઈન્ડિયા ઈ-ટિકિટનો ઉપયોગ કરીને મુસાફરી ભથ્થું મેળવવાના પ્રયાસ બદલ દોષિત ઠેરવવામાં આવ્યા હતા. તે સમયે સાહની, જે મુખ્યમંત્રી નીતિશ કુમારના જેડી(યુ) સાથે હતા, તે રાજ્યસભાના સભ્ય હતા. તેણે રૂ. 23.71 લાખના દાવા રજૂ કર્યા હતા. તેઓ થોડા મહિનામાં વિધાનસભામાંથી ગેરલાયક ઠરનારા બીજા આરજેડી ધારાસભ્ય બન્યા. ગૃહમાં પાર્ટીનું સંખ્યાબળ હવે ઘટીને 78 પર આવી ગયું છે, જે ભાજપ કરતાં માત્ર એક વધુ છે.

આ પણ વાંચો: રાહુલ ની સદસ્યતા રદ થવાની રાજનીતિ માં શું અસર થશે?

અનંત કુમાર સિંહ
બિહારના મોકામાના ધારાસભ્ય અનંત કુમાર સિંહની સદસ્યતા પણ પાછી ખેંચી લેવામાં આવી છે. સિંહના ઘરેથી હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા હતા. આ કેસમાં પટનાની કોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો. જે બાદ તેમની સભ્યતા જતી રહી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT