ધારાસભ્ય મોહન ઢોડિયા લાલઘૂમઃ અધિકારી સાંભળતા નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ.સુરતઃ સુરતની મહુવા મત વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય મોહન ડોડીયા તાપી જિલ્લાની સંકલન મિટિંગમાં તાપી વહીવટી તંત્ર ઉપર અકળાયા હતા. ભાજપના ધારાસભ્ય મોહન ડોડીયાએ કહું કે વાલોડ તાલુકાના બુહારી ગામના તળાવમાં 9 ઓગસ્ટ ના રોજ ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા કેટલાક લોકો દ્વારા મુકાઈ હતી. બાબા સાહેબ કાયદાના ઘડનારા હતા, કાયદાને તોડનાર નહીં હતા અને મૂર્તિ મૂકનાર લોકોએ કાયદાનું પાલન નથી કર્યું. કલેકટર અને જિલ્લા પોલીસ વડા ધારાસભ્યનું કહેલું નહીં માનતા હોવાનો આક્ષેપ કર્યો. તાપી જિલ્લામાં વહીવટીકરણ જેવું કશું જ નથી. તાપી જિલ્લામાં કાયદા જેવું કંઈ રહ્યું નથી. દુઃખ સાથે મારે કેહવું પડે અધિકારીઓ કોઈની વાત સાંભળતા નથી. જિલ્લા એસપી ફોન પણ નહીં ઉંચકતા હોવાનું નિવેદન આપ્યું. જે મુદ્દા પર ધારાસભ્યએ સંકલનમાં ધારદાર રજૂઆત કરી મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને પણ પત્ર લખ્યો હતો.

પોતાના જ મત વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિ ચાલતી હોવાનો આરોપ

તાપી જિલ્લાની સંકલન સમિતિની બેઠક મળી. જેમાં ધારાસભ્ય મોહન ઢોડિયાએ બુહારી ગામમાં તળાવ વચ્ચે ડૉ.આંબેડકરની પ્રતિમા મુકાવા અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. તાપી જિલ્લામાં અધિકારી વાત ન સંભાળતા હોવાના આક્ષેપો ધારાસભ્ય મોહન ઢોડિયા દ્વારા કરવામાં આવ્યાં. વધુમાં તેમના મત વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ ચાલતી હોવાની વાત પણ કરવામાં આવી હતી. તેઓ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મુકે તે પહેલા અન્ય એ મુકી દેતા તેમના આ વાત પસંદ આવી નથી.

ગુજરાતમાં પ્રથમ વખત મોટી માત્રમાં ચંદનના લાકડા અને પાઉડરનો જથ્થા સાથે ‘વિરપ્પન’ ઝડપાયો

ધારાસભ્ય મોહન ઢોડિયાએ આક્ષેપો કરતા કહ્યું કે તાપી જિલ્લામાં વહીવટીકરણ અને કાયદા જેવું કંઈ જ રહ્યું નથી. અગાઉ આદિવાસી સંગઠને તળાવના વચ્ચે ડૉ. આંબેડકરની પ્રતિમા મુકાઈ હતી. મોહન ઢોડિયા પણ પ્રતિમ મુકવા માંગતા હતા.મોહન ઢોડિયાએ SP, કલેક્ટર સહિતના અધિકારીઓને પત્ર લખીને રજૂઆત કરી હતી. અન્ય મૂર્તિ મૂકનારા લોકોએ કાયદાનું પાલન ન કર્યાનો પત્રમાં ઉલ્લેખ કરાયો હતો. આ અંગે તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી ન કરતા ધારાસભ્ય મોહન ઢોડિયાએ રોષ વ્યક્ત કર્યો.

ADVERTISEMENT

દુકાને દુકાને પૈસા ઉઘરાવવા ખુલ્લે આમ ધમકીઃ ધારાસભ્ય

આ બાબતે મહુવા (સુરત)ના ધારાસભ્ય મોહન ઢોડિયાએ જણાવ્યું હતું કે, 7 મી ઓગસ્ટથી કેટલાક લોકો જેને સંગઠન સાથે કંઈ લેવા દેવા નથી. જેઓ સંગઠનનો પોતાનું સમજી બેઠા છે. હું પણ પોતે આદિવાસી છું અને એનું કંઈ સંગઠન જેવું નથી. પરંતું કેટલાક લોકો એવું સમજીને બેઠા છે કે અમે સંગઠનવાદી છીએ. એમ કરીને દુકાને દુકાને પૈસા ઉઘરાવવા માટે ખુલ્લેઆમ ધમકીઓ આપીને ફર્યા અને પોલીસ તેઓને પ્રોત્સાહન કરે છે. એસપીને મેં બે થી ત્રણ ફોન કર્યા પરંતું એ ફોન પણ ઉંચકાતો નથી. ત્રણથી ચાર વખત મેં રજૂઆત કરી છે. તેમજ કલેક્ટરને પત્ર પણ લખ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT