Kutch news: થપ્પડ પડ્યા પછી ભુજ નગરપાલિકા પ્રમુખ થયા ભાવુક, રડી પડ્યા- જુઓ Video શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

Kutch news: ભુજ નગરપાલિકામાં પ્રમુખને થપ્પડ મારવાના મામલે કચ્છનું રાજકારણ ગરમાયું છે, ગાયના મોત મામલે રજૂઆત ગયેલા ગૌરક્ષકએ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરને થપ્પડ મારી દેતા સમગ્ર મામલે વિવાદ વકર્યો છે. થપ્પડ મારવાની ઘટના લઈને પ્રમુખ ઘનશ્યામ ઠક્કર મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાવુક થઈ ગયા હતા અને હુમલા ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, રજૂઆત કરવાનો તમામ લોકોને અધિકાર છે મારામારી કરવાનો અધિકાર નથી અને આ મામલે વકીલ સમાજના આગેવાન સાથે વાતચીત બાદ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

Gujarat Rain: લાંબી બ્રેક પછી શિતળા સાતમની સાંજે નર્મદા જિલ્લા પર વરસાદની મહેર- Video

ઘનશ્યામ ઠક્કરના પિતા પણ રહી ચુક્યા છે ભુજના નગરપાલિકા પ્રમુખ

ઉલ્લેખનીય છે કે ભુજ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠકકરના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કાર્યો થયા છે અને નવા નગરપાલિકા પ્રમુખની નિમણૂકને પણ ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કચ્છમાં સક્રિય રાજકીય જૂથવાદ આ ઘટના પાછળ હોય તેવી આશંકા રાજકીય સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. સાથે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠકકરના સ્વર્ગસ્થ પિતા પણ ભુજ નગરપાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે અને તે પોતે પશુ-પક્ષી અને પર્યાવરણ પ્રેમી રહ્યા છે અને પશુ પક્ષી માટે અનેક વિધ જગ્યા તેમને આર્થિક મદદ કરી ને સેવા આપી છે. ત્યારે નગરપાલિકા પ્રમુખને આ રીતે લાફાવાળી એ કચ્છના અન્ય રાજકીય નેતાઓ માટે લાલ ઘંટી સમાન છે.

(કૌશિક કાંટેચા, કચ્છ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT