કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી, મોટા નેતાઓની મળી બેઠક, નવુ શું રંધાઈ રહ્યું છે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. કોંગ્રેસે અત્યાર સુધીમાં સૌથી ઓછી સીટ મેળવીછે. ફક્ત 17 બેઠકો પર ચૂંટણી જીત્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, ગઈકાલે ગાંધીનગરમાં ખાનગી ફાર્મ માં કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ એકઠા થયા હતા. વિધાનસભાની ચૂંટણીની હાર બાદ પહેલી વાર મોટા નેતાઓની ડિનર ડિપ્લોમેસી યોજાઇ હતી.

ગુજરાતમાં કોંગ્રેસની હાલત દિવસે ને દિવસે બગડી રહી છે. ત્યારે કોંગ્રેસમાં અનેક વાર જુથવાદ સામે આવી ચૂક્યો છે. આ દરમિયાન વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર બાદ પહેલીવાર ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સહપ્રભારી રામકિશન ઓઝા, અર્જુન મોઢવાડીયા, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, પરેશ ધાનાણી તથા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો તથા પાછલી ટર્મના મોટાભાગના પૂર્વ ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

પ્રભારી અને સહ પ્રભારીને સૂચના
ગુજરાતમાં એક તરફ કોંગ્રેસમાં સતત બાહંગાન થઈ રહ્યું છે. એક બાદ એક નેતા કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. ત્યારે બીજી તરફ લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે. ત્યારે પ્રભારી, સહપ્રભારીને 1 મહિનો ગુજરાત ન છોડવા હાઇકમાન્ડે સૂચના આપી છે. આ સાથે ગુજરાતનું સંગઠન મજબૂત કરવા હાઇકમાન્ડે સ્પષ્ટ સૂચના આપી છે. ત્યારે હવે ફરી કોંગ્રેસનું સંગઠન એક્ટિવ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કાલે યોજાયેલી ડિનર ડિપ્લોમેસીમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તથા જૂથવાદ ભૂલી અને એકજુથ થઇ લડવાનો તમામ નેતાઓએ કર્યો સંકલ્પ

ADVERTISEMENT

 કોંગ્રેસને માત્ર 17 બેઠકો
2017માં ગુજરાત વિધાન સભાના ઈલેક્શન વખતે કોંગ્રેસે પાટીદાર અનામતનો મુદ્દો ઉઠાવીને ભાજપને સરકાર બનાવવા આકરી ટક્કર આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી. જે 2012ની ચૂંટણી કરતાં 16 વધારે હતી. કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે .

આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણીસાબિત થઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસે ફક્ત 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.

ADVERTISEMENT

આ પણ વાંચો: કર્ણાટકમાં ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી

ADVERTISEMENT

કોંગ્રેસના વિપક્ષમાં બેસવાના ઓરતા રહ્યા અધૂરા
બીજી તરફ કોંગ્રેસનો સત્તા વનવાસ શરૂ રહ્યો છે . ત્યારે હવે કોંગ્રેસને વિપક્ષમાં બેસવાના સપના પણ અધૂરા રહ્યા છે. આ દરમિયાનવર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 52.5 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 27.3 ટકા મત મળ્યા છે અને આમ આદમી પાર્ટીને 12.9 ટકા જ મત મળ્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT