ઉત્તર ગુજરાતમાં મોટું સહકારી માળખું ભાજપમાં જોડાયું, 350થી વધુ કાર્યકરો અને 30થી વધુ સિનિયર નેતાઓનો પક્ષપલ્ટો
Aravalli News: લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેનો અંદાજ આપણને ઘણી બધી બાબતો પરથી જરૂર જોવા મળતો હોય છે. ખાસ કરીને ભાવોના ઘટાડા, નવી સ્કીમોનું લોકાર્પણ,…
ADVERTISEMENT
Aravalli News: લોકસભાની ચૂંટણી આવી રહી છે, જેનો અંદાજ આપણને ઘણી બધી બાબતો પરથી જરૂર જોવા મળતો હોય છે. ખાસ કરીને ભાવોના ઘટાડા, નવી સ્કીમોનું લોકાર્પણ, કદાવર નેતાઓના આંટાફેરા અને તેમાં પણ ખાસ પક્ષપલ્ટાની તો આ ખાસ સીઝન હોય છે. આ જ સમયે તો નેતાઓની વિચારધારાઓ બદલાતી હોય છે. આવું જ કાંઈક ઉત્તર ગુજરાતમાં જોવા મળ્યું છે જ્યાં મોટી સંખ્યામાં નેતાઓની વિચારધારાઓ એક સાથે બદલાઈ છે. હાલમાં જ કોંગ્રેસે નવા પ્રભારી તરીકે સાંસદ મુકુલ વાસનીકને મુક્યા અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલને પક્ષની કમાન સોંપી ત્યાં હવે બીજી બાજુ દર વખતની જેમ પક્ષમાં પક્ષપલ્ટાની સીઝને પોતાની એ જ પ્રમાણેની કામગીરી શરૂ રાખી છે. કોંગ્રેસને હાલમાં ઉત્તરગુજરાતમાં મોટો ફટકો પડ્યો છે. જેમાં 350થી વધારે કાર્યકરો અને 30થી વધારે સિનિયર નેતાઓ સાથ છોડી ભાજપમાં ભળી ગયા છે.
Gujarat Politics: ‘હવે ગુંદર લગાડીને ભાજપમાં ચોંટી રહેજો’, CR પાટીલની ધવલસિંહ ઝાલાને ટકોર
30-40 વર્ષ પછી વિચારધારા બદલાઈ હોય તેવા પણ નેતા-કાર્યકરો
અરલવલ્લીમાં હાલમાં ભાજપમાં એક કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલની હાજરીમાં 30થી વધારે સિનિયર નેતાઓ અને 350થી વધારે કાર્યકરો ભાજપમાં જોડવામાં આવ્યા છે. મોડાસા, ધનસુરા, બાયડ સહિતના તાલુકાઓના કોંગ્રેસના નેતાઓએ આજે ભાજપનો ખેસ પહેર્યો છે. આ નેતાઓ અને કાર્યકરોએ સી આર પાટીલ કે જેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ છે તેમના હાથે ખેસ પહેરી ભાજપમાં વિધિવત પ્રવેશ કર્યો છે. જેમાં મોટું સહકારી માળખું ભાજપમાં જોડાયું છે. આપને જણાવી દઈએ કે તેમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખો, યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રીઓનો પણ સમાવેશ થાય છે કે જેઓ હવે ભાજપમાં જોડાયા છે. અહીં ખાસ નામોની વાત કરીએ તો બાયડ કોંગ્રસના નેતા દોલતસિંહ ચૌહાણ, કોંગ્રેસના બાયડના પૂર્વ પ્રમુખ આદેશસિંહ ચૌહાણ અને ધનસુરા યાર્ડના વાઈસ ચેરમેન જીગ્નેશ પટેલ પણ હવે ભાજપના થઈ ગયા છે, અરે એવા પણ નેતાઓ-કાર્યકરો છે કે જેઓ કોંગ્રેસમાં 30થી 40 વર્ષ સુધી હતા તેમની પણ વિચારધારા બદલાઈ ગઈ છે બોલો. માત્ર કોંગ્રેસ જ નહીં આપ (આમ આદમી પાર્ટી)માંથી ચૂંટાયેલા તાલુકા સદસ્ય રાહુલ સોલંકીએ પણ હવે આપને અલવીદા કરી ભાજપનો ખેસ પહેરી લીધો છે.
ADVERTISEMENT
(હિતેશ સુતરિયા, અરવલ્લી)
ADVERTISEMENT