રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુંક, પંકજકુમાર 31 જાન્યુઆરીએ થશે નિવૃત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારનો કાર્યકાર્ય પુરો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્યને નવા મુખ્ય સચિવ મળી ચૂક્યા છે. હવે પંકજ કુમારને એક્ટેન્શન મળવાની સંભાવના ઓછી હતી. અને તેઓ નિવૃત થતા ગુજરાતના નવા સચિવની પસંદગી થઈ છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર રાજ્યના નવા મુખ્ય સચિવ બનશે.

છેલ્લા કેટલાક સમયથી રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારને એક્સટેન્શન આપી ચાલુ રખાશે કે કેમ તે અંગે સતત ચર્ચા ચાલી રહી છે. ત્યારે હવે  તેમને એક્ટેન્શન  આપવાની વાત પર બ્રેક લાગી છે. તેમની જગ્યાએ રાજ્યના નવા મુખ્ય સચિવની પસંદગી માટે સરકારમાં હલચલ પણ ચાલી રહી હતી.  આઈએએસ રાજકુમારની ગુજરાતના નવા અધિક મુખ્ય સચિવ તરીકે નિમણંક કરવામાં આવી છે.  IAS રાજ કુમારની સરકારના ચીફ સેક્રેટરી બન્યા છે. રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણૂંક કરવામાં આવી છે. ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ રાજકુમાર નિમાયા છે.

પંકજ કુમાર 31 જાન્યુઆરીએ થશે નિવૃત 
ગુજરાતમાં મુખ્ય સચિવ પંકજકુમારને મળેલું એક્સટેન્શન 31 જાન્યુઆરીએ પૂરું થઈ રહ્યું છે.  મુખ્ય સચિવ પંકજકુમાર 31 જાન્યુઆરીએ વયનિવૃત્ત થશે, ત્યારે પંકજકુમાર બાદ હવે રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમાર ચાર્જ સંભળાશે.

ADVERTISEMENT

જાણો કોણ કોણ હતું રેસમાં 
આ પદ માટે અનેક આઈએએસ ઓફિસરોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. મુખ્ય સચિવ માટેની રેસમાં રાજકુમાર, એસ.અપર્ણા, મુકેશ પુરી અને વિપુલ મિત્રાના નામ ચર્ચામાં હતા. પરંતું આખરે પસંદગીનો કળશ રાજકુમાર પર ધોળવામાં આવ્યો. ગૃહ અને ઉદ્યોગ વિભાગના ACS રાજકુમાર આ પદ માટે સિનિયોરિટીમા બીજા ક્રમે હતા.  અને તેમની પસંદગઈ કરવામાં આવી છે.

વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા, ગાંધીનગર 

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT