Breaking: નર્મદામાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ Video ભાવનગરમાં પણ કરા પડ્યા
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ ગુજરાતમાં આગામી ત્રણથી પાંચ દિવસ માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગથી લઈને હવામાન નિષ્ણાંતોએ આ માવઠાની અગાઉથી આગાહી કરી હતી. નર્મદા જિલ્લામાં…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા.નર્મદાઃ ગુજરાતમાં આગામી ત્રણથી પાંચ દિવસ માવઠાની આગાહીઓ કરવામાં આવી છે. હવામાન વિભાગથી લઈને હવામાન નિષ્ણાંતોએ આ માવઠાની અગાઉથી આગાહી કરી હતી. નર્મદા જિલ્લામાં આ આગાહી પ્રમાણે વાતાવરણમાં પલટો આવી ગયો છે. અચાનક ઠંડો પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
PM મોદી India Today Conclave 2023 માં થશે મંચસ્થ, દિલ્હીમાં વિશ્વના આઇડિયા અને ઇનસાઇટ્સ થશે
નર્મદામાં જોરદાર પવન અને વીજળીના કડાકા
નર્મદા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. જેના કમોસમી વરસાદની આગાહીને પગલે ધોધમાર વરસાદ શરૂ થયો છે. ઉપરાંત રાજપીપળામાં પણ અંધારપટ છવાઈ ગયું છે. ગરમીની સીઝનમાં ખેડૂતોએ કરેલા વાવણીના વિવિધ પાકોને લઈને ચિંતાનો વિષય ઊભો થયો છે.
વીજળી પડતા ઝાડ સળગ્યું
નર્મદાજિલ્લામાં વાતાવરણમાં પલટો થતા ધોધમાર વરસાદ સાથે વીજળીના કડાકા પણ શરૂ થયા હતા. નર્મદા જિલ્લાના નાંદોદ ખાતે આવેલા ચીખલીમાં ગાજવીજ વરસાદ શરૂ થયો હતો વીજળીના કડાકાને પગલે વીજળી પડતા તાડનું ઝાડ સળગી ઉઠ્યું હતું. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
ADVERTISEMENT
ખેડૂતો 2024 ની ચૂંટણી પહેલા વધારશે સરકારની ચિંતા, ફરી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હજારો લોકો જંતર-મંતર પર તહેનાત
ભાવનગરમાં પણ પડ્યો ધોધમાર વરસાદ અને કરા Video
ભાવનગર જિલ્લાનાં મહુવા પંથકમાં વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. મહુવા પંથકમાં કેટલાક વિસ્તારોમાં તો બરફના કરા પડ્યા હતા. હવામાનની આગાહીને પગલે હવે ગુજરાતમાં કમોસમી વરસાદની પણ એન્ટ્રપી થઈ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ચાલુ મહિનામાં થયેલા વરસાાદે ખેડૂતોનું ઘણું બધું બગાડી નાખ્યું છે ત્યાં વધારે એક માવઠું ખેડૂતો કેમ સહન કરી શકશે તે તેમના માટે ચિંતાનો વિષય છે.
દાહોદમાં સ્વયંવરઃ જે લાકડા પર ચઢી બતાવે તેને મળે મન ગમતી યુવતી સાથે લગ્નની તક-Video
ભાવનગરમાં હવામાન ખાતાની આગાહી પગલે વરસાદ પડ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સટાસટી સાથે કરા પડ્યા છે. વરસાદ સાથે કરા પડતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટાખુટવડા ગામે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ગરમી તેમજ બફારા સાથે વરસાદી વાતાવરણ થવા પામતા વરસાદી વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. બરફના કરા પડતા ગામ લોકોને આશ્ચર્ય થયું હતું કે, જવલ્લે જ આવી ઘટના અહીં થતી હોય છે. વરસાદી માહોલને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ ગુજરાતનો તાત મુશ્કેલીમાં મુકાયો હતો. કારણ કે ખેતરમાં ઊભો પાક ઘઉં-ડુંગળી તેમજ કેરીના પાકને ભારે નુકસાની થવાની વિધિ છે. કુદરતની આફત સામે ખેડૂત બન્યો લાચાર.
ADVERTISEMENT
(ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT
ADVERTISEMENT