રેલવેના ઈતિહાસમાં પહેલીવાર: સુરતમાં એકસાથે 5 લાંચિયા TC પકડાયા, મહિનાની કમાણી જ લાખોમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: રેલવે સ્ટેશન પર પેસેન્જરો દ્વારા કરાતી ગેરરીતિનું રોકવા માટે કામ કરતા ટીસી પોતે જ ખુલ્લેઆમ ઉઘરાણી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે સુરતમાં રેલવેના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે પાંચ TC મુસાફરો પાસેથી દંડ ઉઘરાવવાને બદલે કટકી કરતા હોવાનો મામલો સામે આવ્યો છે. સંજીવ વર્મા, રજનીશ મિશ્રા, એસ.ડી મૌર્ય, રોહિત અને અમિલ રાહ નામના આ TC ને રેલવેને નુકસાન પહોંચાડી પોતાના ખિસ્સા ભરતા વિજિલન્સની ટીમ દ્વારા પકડી લેવાયા છે.

રેલવે વિજિલન્સ ટીમે લાંચિયા ટીસી પર સપાટો માર્યો
સુરતના રેલવે સ્ટેશને પ્લેટફોર્મ પર મુસાફરોની ટિકિટ ચેક કરતા આ ટીસીઓએ તેમની પાસે દર્શાવેવી રકમથી વધુ પૈસા મળી આવ્યા હતા. રેલવે વિજિલન્સની ટીમ દ્વારા મુસાફરો પાસેથી કટકી કરતા પકડાયેલા આ ટીસી પાસેથી રૂ.2000થી લઈને 4500 સુધીની અઘોષિત રકમ મળી આવી હતી. જેમાં સંજીવ વર્મા પાસેથી 3500, રજનિશ મિશ્રા પાસેથી 2500, એસ.ડી મૌર્યા પાસેથી 2900, રોહિત કેસરી પાસેથી 4400 અને અનિલ રાય પાસેથી 2600 રૂપિયા વધારે મળ્યા હતા.

આ પણ વાંચો: સોપારી કાંડ: સામખિયાળી પોલીસે મુન્દ્રાથી નિકળેલો 49.36 લાખનો શંકાસ્પદ સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો

ADVERTISEMENT

મહિનાની કમાણી જ લાખમાં પહોંચી જાય
ટીસી પાસેથી મળી આવેલી આ અઘોષિત રકમનો જો અંદાજ લગાવીએ તો દિવસના તેમની 4000 હજારની કાળી કમાણી મુજબ મહિનાની સરેરાશ 1 લાખ રૂપિયા સુધી પહોંચી જાય. એટલે કે ખાલી મહિને જ લાંચથી 1 લાખ રૂપિયાની આવક થઈ જાય. આ તો માત્ર 1 ટીસીની વાત થઈ. આવા બીજા લાંચિયા ટીસીની જો વાત કરીએ તો રેલવેને દર મહિને થતા નુકસાનાનો આંકડો લાખોને પણ પાર થઈ જાય એમ છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT