અમદાવાદમાં પૂર્વના અનેક વિસ્તારમાં વરસાદ, ઈસનપુરમાં સમુહલગ્નમાં ભોજનની થાળી સાથે મહેમાનો ભાગ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: હવામાન વિભાગની આગાહીને પગલે આજે સવારથી જ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વડોદરા, આણંદ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં માવઠા બાદ બપોરે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. શહેરના પૂર્વ વિસ્તારમાં બાપુનગર, વિરાટનગર, ઈસનપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. હાલમાં લગ્નની સીઝન ચાલતી હોવાથી શહેરમાં ઘણી જગ્યાએ લગ્નના મુહૂર્ત છે એવામાં ઠંડી વચ્ચે વરસાદથી લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનોને પણ ભારે હાલાકી પડી હતી.

ઈસનપુરમાં સમુહલગ્નમાં નાસભાગ મચી
વિગતો મુજબ, ઈસનપુર વિસ્તારમાં આદિવાસી-ભીલ સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે. જોકે આ દરમિયાન જ વરસાદ પડતા ભોજનની થાળીઓ સાથે મહેમાનોમાં નાસભાગ મચી ગઈ હતી. શહેરમાં સવારથી જ ધુમ્મસવાળા વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો ઘેરાયા છે. ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ ભીના થયા હતા અને વાહન ચાલકોને પણ ભારે હાલાકી પડી હતી. એક બાજુ કડકડતી ઠંડી પડી રહી છે, બીજી બાજુ વરસાદ ત્યારે લોકો પણ હવામાનમાં આવેલા અચાનક ફેરફારમાં સ્વેટર પહેરવું કે રેઈનકોટ તેની મૂંઝવણમાં પડી ગયા છે.

ADVERTISEMENT

સવારથી વડોદરા, આણંદ સહિતના જિલ્લામાં વરસાદ
આ પહેલા આજે સવારે રાજ્યના વડોદરા, અરવલ્લી, પંચમહાલ તથા મહીસાગર સહિતના જિલ્લાઓમાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ચોમાસા જેવો વરસાદી માહોલ છવાયો હતો. મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લાના સંતરામપુર, ખાનપુર, વિરપુર, બાલાસિનોર, લુણાવાડા, કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે હળવો વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે જિલ્લામાં વાવેતર કરેલા બાજરી, મકાઈ, ચણા સહિતના પાકોને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT