રાહુલ ગાંધીએ માતા સોનિયાના પ્રેમથી ગાલ ખેંચ્યા! પુત્ર અને માતાની ભાવુક ક્ષણ વાઈરલ…

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ઘણીવાર જાહેર મંચ પર માતા સાથે લાડ કરતા જોવા મળે છે. માતા અને પૂત્ર વચ્ચેની લાગણીનો સંબંધ પણ ઘણીવાર સામે આવતો રહે છે. ત્યારે અત્યારે સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના સ્થાપના દિવસે રાહુલ અને સોનિયા ગાંધીનો એક ક્યૂટ વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં રાહુલ ગાંધી તેમની માતાનો ગાલ પકડીને વહાલ કરતો જોવા મળી રહ્યો છે.

માતા – પુત્ર વચ્ચેનો પ્રેમભર્યો સ્વભાવ
તમને જણાવી દઈએ કે આજે કોંગ્રેસના સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે દિલ્હીમાં ખાસ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે. જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ સામેલ થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધીને માતા પર પ્રેમ ઉભરાઈ આવ્યો હતો. તેમણે લાડ કરતા પોતાના માતા સોનિયા ગાંધીના ગાલ ખેંચ્યા હતા. ત્યારપછી સોનિયા ગાંધીએ પણ રાહુલ ગાંધીને કઈક કહ્યું હતું.

ADVERTISEMENT

ભારત જોડો યાત્રામાં પણ માતા-પુત્રનું બોન્ડ જોવા મળ્યું..
આની પહેલા દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની તસવીરો વાઈરલ થઈ હતી. જેમાં રાહુલ ગાંધી આવી રીતે જ માતા સાથે લાડ કરતા જોવા મળ્યા હતા. તેમણે આ તસવીરને કેપ્શન આપ્યું હતું કે જે પ્રેમ મને આમની પાસેથી મળ્યો છે, તે દેશને આપી રહ્યો છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT