રાધનપુર વારાહી હાઇવે રક્તરંજીત બન્યો, જીપ-ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 લોકોના મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ, પાટણ: રાજ્યમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન માર્ગ અકસ્માતો જીવલેણ સાબિત થઈ રહ્યા છે. અને અનેક પરિવારોના માળા વિકહી રહ્યું છે. ત્યારે રાજ્યમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. ગુજરાતના પાટણ-રાધનપુર વરાહી હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. મોટી પિપળી ગામનાં પાટિયા નજીક જીપ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ 6 લોકોના મોત થયા છે.

રાધનપુર વારાહી હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો છે. પીપળી પાટિયા નજીક ટ્રક અને મુસાફર જીપ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6 લોકોનાં મોત નીપજ્યા છે. આ ઉપરાંત અન્ય પાંચ જેટલા લોકો ગંભીર ઇજાગ્રસ્ત હોવાની પણ માહિતી મળી રહી છે. આ ઇજાગ્રસ્તોને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવના છે. અકસ્માતને પગલે હાઇવે પર સર્જાય ટ્રાફિકના દ્રષ્યો જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: ખનીજ અધિકારીની સરકારી ગાડીમા GPS ટ્રેકર લગાવનાર આરોપી ઝડપાયા

ADVERTISEMENT

પોલીસ ઘટના સ્થળે પહોંચી
આ અકસ્માતમાં જીપ ટ્રકમાં ઘુસી જતા જીપના ફુરચેફુરચા ઉડી ગયા હતા.અકસ્માત ની ઘટના માં સ્થળ પર 6 લોકોના મોત તેમજ 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જોકે આ ઘટનાની જાણ થતા જ તુરંત રાધનપુર પોલીસ ઘટના સ્થળપર પહોંચી સમગ્ર અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT