રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી! પતિ હરાવવા પત્ની અને પુત્રવધુ મેદાનમાં ઉતર્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પંચમહાલ: રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી હોતું. ગુજરાતમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાઈ સામે ભાઈ, પિતા સામે પુત્ર અને નણંદ સામે ભાભીની ટક્કર થઈ રહી છે. હવે પતિ અને પત્ની તથા પુત્રવધુ વચ્ચે પણ એકબીજાને હરાવવા માટે ગળાકાપ સ્પર્ધા જોવા મળશે. તાજેતરમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પ્રભાતસિંહ ચૌહાણને આ વખતે પાર્ટીએ ટિકિટ આપી છે. જ્યારે તેમના પત્ની અને પુત્રવધુ ભાજપમાં છે અને તેઓ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ કાલોલ બેઠકથી લડશે
ગઈકાલે જ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપમાં કાલોલ વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી ફતેસિંહ ચૌહાણે ઉમેદવારી ફોર્મ ભર્યું, જ્યારે કોંગ્રેસમાંથી પ્રભાતસિંહ ચૌહાણે ફોર્મ ભર્યું. જોકે ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમના સમર્થનમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણના પત્ની અને પુત્રવધુ પણ હાજર હતા. એક જ પરિવારના સદસ્યો બે અલગ અલગ પાર્ટીથી એકબીજાના વિરોધમાં પ્રચાર માટે આવતા રાજકારણ ગરમાયું હતું.

પુત્રવધુ અને પત્ની ભાજપમાં જ રહેશે
નોંધનીય છે કે, પ્રભાતસિંહ પૂર્વ પંચમહાલના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે. તેમના પુત્રવધુ સુમનબેન ચૌહાણ ગત ટર્મના ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે. જ્યારે પત્ની રંગેશ્વરી ભાજપ સાથે જ છે. પ્રભાતસિંહ કોંગ્રેસમાં જોડાયા તે સમયે પણ રંગેશ્વરી ચૌહાણ PM મોદીની સભામાં હાજર હતા. આ અંગે રંગેશ્વરી બેન અને સુમનબેને જણાવ્યું હતું કે, પ્રભાતસિંહને કયા પક્ષમાંથી લડે છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય છે. પરંતુ અમે ભાજપ સાથે છીએ અને ફતેસિંહને જંગી લીડથી જીતાડીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT