અમદાવાદમાં પોસ્ટર પોલિટીક્સ ગરમાયું, ભાજપનો ગઢ ગણાતા નારણપુરામાં લાગ્યા સરકાર વિરુદ્ધ પોસ્ટર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભામાં ભાજપે ઇતિહાસ રચ્યો છે. 156 બેઠક મેળવી સાબિત કર્યું કે ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતી રાખ્યો છે. આ દરમિયાન આજે ભાજપના ગઢમાં જ ભાજપ વિરોધના સૂત્રો લાગ્યા છે. અમદાવાદ શહેરમાં ભાજપ નો ગઢ ગણાતા નારણપુરા માં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. રોડ કપાતને લઈ સ્થાનિકો દ્વારા સોસાયટી બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જેમાં ઈલેક્શન વખતે આપેલા વચનો નેતા ભૂલ્યા છે તે પ્રકારનું લખાણ લખવામાં આવ્યું છે.

જનતા હવે આક્રમક મૂડમાં 
ભાજપના ગઢ ગણાતા નારણપુરા વિસ્તારના ક્રોસિંગથી લઈ નારણપુરા ગામ સુધીની સોસાયટીઓને નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત દુકાનોને પણ નોટિસ આપવામાં આવી છે. કપાતની નોટિસ મળતાં સ્થાનિકોમાં આક્રોશ છે. લોકોના કહેવા મુજબ, ઈલેકશન પહેલા નેતાઓએ રોડ રસ્તાનું કટિંગ નહીં આવે તેવા વચનો આપ્યા હતા. ત્યારે આ મામલે હવે સરકાર સામે જનતાએ પોસ્ટર યુદ્ધ શરૂ કર્યું છે.

જાણો શું લખ્યું પોસ્ટરમાં
નારણપુરામાં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને તેમાં લખવામાં આવ્યું છે કે, ભાજપ તારી ચાલ નિરાળી, વોટ મળે પછી પ્રજા બિચારી. સાથે જ વધુ એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, મોદીજી કહે વૃક્ષ વાવો અને પ્રશાસન કહે વૃક્ષ હટાવો. હજુ એક પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે, જનતા પૂછે એક જ વાત, કોના દબાણથી થાય કપાત?

ADVERTISEMENT

આ પણ વાંચો: દીકરીના લગ્નના આગલે દિવસે જ પિતાએ કર્યો આપઘાત, લગ્નનો માહોલ માતમમાં ફેરવાયો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે આપેલ વચન ખાલી ચૂંટણી દરમિયાન જનતાને લાલચવવાનું સાબિત થયું છે. ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપના ગઢ સમાન નારણપુરા વિસ્તારના લોકો પર આફતના વાદળો ઘેરાયા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT