VIDEO : રાધનપુરના ધારાસભ્ય લવિંગજી મન મૂકીને નાચ્યાં, ગુરૂપુર્ણિમાના ડાયરામાં કર્યો ડાન્સ

ADVERTISEMENT

રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કર્યો ડાન્સ
Radhanpur MLA Lavingji Thakor Dance
social share
google news

Lavingji Thakor Dance Video : રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મનમુકીને નાચતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં લવિંગજી ઠાકોર અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. ડાયરામાં તેઓ મન મૂકીને નાચ્યા હતા અને લોકોએ તેમના પર રૂપિયાનો વરસાદ કર્યો હતો.

જણાવી દઈએ કે, 69 વર્ષના લવિંગજી ઠાકોર અવાર-નવાર મન મૂકીને નાચતા જોવા મળી ચૂક્યા છે. આ અગાઉ તેઓ રાધનપુરમાં સુરભી ગૌશાળા દ્વારા નિર્માણ થઈ રહેલ નંદી શાળાના લાભાર્થે પોથી યાત્રામાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર નાચતા જોવા મળ્યા હતા. તો આ સિવાય ટિકિટ મળ્યા બાદ લવિંગજી ઠાકોર ઢોલના તાલે ઝૂમ્યા હતા. ત્યારબાદ તેમણે કમલમ ખાતે ધુળેટી રમી ઢોલના તાલે લવિંગજી ઠાકોરે ડાન્સ કર્યો હતો. લવિંગજી રાધનપુર ખાતે ક્ષત્રિય સમાજના 17માં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, આ લગ્ન સમારોહમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર મનમૂકીને સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતાં.

આમ, રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અનેક વખત મનમૂકીને સંગીતના સૂર અને ઢોલના તાલે નાચતા જોવા મળી ચૂક્યા છે.આ દરમિયાન લોકો પણ તેમને જોતા રહી જાય છે. ઘણા લોકો તેમને નાચતા જોઈને તેમનો વીડિયો બનાવવા લાગે છે.

ADVERTISEMENT


 

    follow whatsapp

    ADVERTISEMENT