MLA ચૈતર વસાવાને MP મનસુખ વસાવાનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ભાજપના નેતા અને સાંસદ મનસુખ વસાવા સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો…
ADVERTISEMENT
નરેન્દ્ર પેપરવાલા, નર્મદા: ભાજપના નેતા અને સાંસદ મનસુખ વસાવા સતત ચર્ચામાં રહે છે. તો બીજી તરફ મનસુખ વસાવાના લેટર પેડ પર એક પત્ર વાયરલ થયો હતો. આ પત્ર વાયરલ થયા બાદ સાંસદ મનસુખ વસાવાએ તપાસ કરી હતી. જે બાદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ પત્ર મેં લખ્યો નથી. પત્રમાં કરવામાં આવેલી સહી પણ મારી નથી પણ પત્રમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે, તે તમામ આક્ષેપ સાચા છે. આ પત્રમાં તમામ પક્ષના નેતાના નામ સાથે ઉલ્લેખ કરાયો હતો. ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવા ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાને પત્ર લખીને જાહેરમાં ચર્ચા કરવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જાહેરમાં ચર્ચા નહીં કરે તો કાયદેસર ની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે આ મામલે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સણસણતો જવાબ આપવામાં આવ્યો છે.
ફેસબુક પર પોસ્ટ કરતાં સાંસદ મનસુખ વસાવા એ લખ્યું છે કે, ચૈતર વસાવાને જણાવવાનું કે સી.આર.પાટીલ સાહેબને જે પત્ર લખ્યો છે તે મે નથી લખ્યો. આ વિશે મેં મિડિયા સમક્ષ તથા અનેક લોકો સમક્ષ ખુલાસો કર્યો છે. જે પત્ર જીલ્લામાં આ ક્ષેત્રે કામ કરનાર નારાજ લોકોએ લખ્યો હશે એવું મારું માનવુ છે. આ પ્રશ્ન બાબતે 18 માર્ચ ના રોજ જીલ્લા સંકલનની બેઠક પહેલા મુખ્ય અધિકારીઓ સાથે પણ મારી ચર્ચા થઈ હતી. તથા જીલ્લા સંકલનની બેઠક પૂર્ણ થયા બાદ તમારી સાથે તેમજ જીલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની સાથે આ પત્ર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. છતાં પણ આ પ્રશ્નને તમે જાણી જોઈને નકારાત્મક પ્રસિધ્ધિ મેળવા વેગ આપી રહ્યા છો. આ પત્ર માં અમારી પાર્ટીના આગેવાનો ના પણ નામ છે. હું શું કામ પત્ર લખુ? આ પત્ર મૈં નથી લખ્યો અને એમાં પત્ર માં મારી સહી પણ નથી.
ચૈતર વસાવાને આપ્યો જવાબ
ચૈતર વસાવાને મારો જવાબ છે કે મનરેગા યોજના હોય કે કોઈપણ પ્રકારના બાંધકામના કામો હોય, રોડ રસ્તા સહિતના તમામ બધા જ કામોમાં ગુણવત્તા જળવાય. સરકારી નાણાનો સદઉપયોગ થાય એના માટે જિલ્લા દીશા બેઠક કે જિલ્લા સંકલન બેઠકમાં મેં સતત જિલ્લાના જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરતો આવ્યો છું. કોઈ કોન્ટ્રાક્ટર કે એજન્સીનો બચાવ કરતો નથી. હા મેં એટલું ચોક્કસ અધિકારીઓને ધ્યાન દોર્યું છે કે, મંજુર થયેલા જે તે એજન્સી પાસે કામો છે તે સમય મર્યાદામાં પુરા કરવા જોઈએ. મનરેગા જેવી યોજનાથી ગરીબોને રોજગારી મળવી જોઈએ. તેવો મે સતત અધિકારીઓ પાસે આગ્રહ રાખ્યો છે. જે જિલ્લાના ગરીબોના હિત માટેનું કામ છે. વિવિધ સરકારી યોજનાઓ ના કામો કોના સમર્થકો, કોના સગાઓ કરે છે અને અધિકારીઓ કોન્ટ્રાક્ટર પાસે દિવાળી કે હોળી કરવા અથવા તો પોતાના અંગત ખર્ચ માટે કોણ કોણ હપ્તાઓ ઉઘરાવે છે? અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને દમદાટી કોણ આપે છે? તેની તપાસ નિષ્પક્ષ રીતે કમિટી બનાવી તપાસ કરવી જોઈએ. મારા સંબંધી કે મારા સમર્થકો આ કાર્યમાં નથી અને જે કરતા હશે તે સરકારના નિયમ પ્રમાણે કરતા હશે. કોઈની સાથે દાદાગીરી કે દમદાટી આપતા નથી.
ADVERTISEMENT
પૂછ્યા આ સવાલો
ચૈતર વસાવા ને હું પૂછું છું તમે એક મહિના પહેલા વન વિભાગના ડેડીયાપાડાના એક કાર્યક્રમમાં એક કરોડ રૂપિયા ચા – પાણી માટે ખર્ચ કર્યાનો ખોટો આક્ષેપ વન વિભાગ પર મૂક્યો હતો તમે જે તપાસ માંગી છે તેનું શું થયું? તેનો જવાબ આપો. ડેડીયાપાડા તાલુકામાં કામ કરતી કૃષ્ણા એજન્સી તથા ધર્મેન્દ્ર એજન્સી તથા આર.સી.બોરવેલ આ ઉપરાંત તમારી સાથે જોડાયેલ લોકોએ કયાં કયાં કામો કઈ એજન્સીના અંડરમાં રહીને કર્યા છે? તેની પણ તપાસ કરાવો. અને તે કામોની હાલત આજે શું છે તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. ચૈતરભાઈ હું જે પણ બોલું છું તે અથવા જ્યાં સરકારમાં રજૂઆત કરું છું તે પ્રજાના હિતમાં અને જિલ્લાના હિતમાં બોલું છું અને રજૂઆત કરું છું. હું બીજા લોકોની જેમ કામોમાં તપાસ માંગી તોડ પાણી નથી કરતો.
હું તમારી જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાવાળો નથી
કોઈ એજન્સી માટે જિલ્લામાં રજૂઆત કરી છે તો તેને નિયમ પ્રમાણે મળેલા કામો સમય મર્યાદામાં પૂર્ણ કરવા મે અધિકારીઓને ધ્યાન દોર્યું છે. ગરીબોને મનરેગા જેવી યોજનામાં સમયસર રોજગારી મળે તે માટે ચિંતા કરી છે, તે મારી ફરજમાં આવે છે. આક્ષેપો કરવા એ જુદી વાત છે અને વાસ્તવિકતા જુદી છે. તમારા સિવાય નર્મદા કે ભરૂચ જિલ્લામાં કોઈએ મારા પર આવો આક્ષેપ મૂક્યો નથી. મારા કરેલા કામોના આધારે હું લોકસભામાં ચૂંટાઈને જાવ છું. આખરી નિર્ણય કરવાનો અધિકાર જનતા પાસે હોય છે અને છ ટર્મ થી જનતાના આશીર્વાદ મળી રહ્યા છે. હું મારી પાર્ટીને વફાદાર છું એ બધું પાર્ટી પણ જાણે છે, પ્રજા પણ જાણે છે. હું તમારી જેમ પીઠ પાછળ ખંજર ભોંકવાવાળો નથી. જેમ તમે છોટુભાઈ વસાવા તથા મહેશભાઈ વસાવા ને પીઠ પાછળ ખંજર ભોંખ્યું છે. તમારે જેટલા આક્ષેપ કરવા હોય તે કરો મને કોઈ ફરક પડવાનો નથી. સત્તા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કામ કરતા નથી. હું પણ માનનીય પીએમ નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી જનતાની સેવા અને માત્ર પ્રજાના હિતમાં કાર્ય કરું છું. સત્તાનો મોહ મને નથી.
ADVERTISEMENT
આ પણ વાંચો: કોંગ્રેસની ડિનર ડિપ્લોમસી, મોટા નેતાઓની મળી બેઠક, નવુ શું રંધાઈ રહ્યું છે?
ADVERTISEMENT
ચૈતર વસાવાએ માંગ્યો પુરાવા સાથેનો ખુલાસો
ધારાસભ્ય ચૈતર વસાવાએ સંસદ મનસુખ વસાવાને પત્ર લખી કહ્યું હતું કે, આપે પત્ર લખીને તથા પ્રેસ મીડિયાને સંબોધીને નર્મદા જિલ્લાના ભાજપ, કોંગ્રેસ, અને આપ પાર્ટી ના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આરોપો લગાવેલ છે. આ નેતાઓમાં નામ જોગ મારું, મોતીભાઈ વસાવા(માજી ધારાસભ્ય, શંકરભાઈ વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ, પર્યુશાબેન વસાવા, નર્મદા જિલ્લા પંચાયત ના હાલ ના પ્રમુખ, નાંદોદ નાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ તથા નાનાભાઈ રવિ દેશમુખ, કોર્પોરેટર વીરુભાઈ દરબાર તથા પાર્ટીના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદ્દાર હોવાના આરોપો આપે લગાવેલ છે. જેનાથી અમારા પરિવાર,સગા સબંધીઓ, સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહ્યા છે. આપે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબત નો રૂબરૂ પુરાવા સાથેનો ખુલાસો અનિવાર્ય બની રહે છે. જેથી આપ આ પત્ર મળ્યે પછી દિન 3 માં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે આપની અધ્યક્ષતામાં અમને પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદ્દાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરો. એવી અમારી માંગણી છે. જો આપ આમ કરવામાં નિષ્ફળ જશો તો, દિન 7 પછી અમને તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ આપ પર કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેશો તેમ પત્રમાં જણાવ્યું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT