જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો સફાયો, ભેસાણ તાલુકા પંચાયતના 7 સભ્યો સસ્પેન્ડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષ વિરુદ્ધ પ્રવૃતિ કરનાર નેતાઓને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આજે ફરી જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા સસ્પેન્ડનો ઘનવો કાઢવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષે એકમાત્ર જુનાગઢ જીલ્લાની તાલુકા પંચાયત ભેંસાણમાં સત્તા હતી. તે ગુમાવવી પડી છે. જેને લઈ કુલ-7 સભ્યને પાર્ટી વિરૂધ્ધની પ્રવૃતી અને પક્ષ પલ્ટો કરવા બદલ કોંગ્રેસ પક્ષમાંથી 6-વર્ષ માટે સસ્પેન્ડ કરેલ છે.

કોંગ્રેસે ગુમાવી પડી તાલુકા પંચાયત
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ભેંસાણ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના સિમ્બોલ ઉપર કુલ-16 માંથી કુલ-9 સદસ્યો વિજેતા બનેલ, ત્યારે ભેંસાણ તાલુકા પંચાયતમાં સર્વાનુમતે તાલુકા પ્રમુખ તરીકે રમાબેન ભાવેશભાઇ ત્રાપશીયાની પસંદગી થઈ હતી. તેમના 2-વર્ષના શાસન પછી કોંગ્રેસના જ અન્ય કુલ-7 સભ્યોએ તેમના વિરૂધ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મુકેલ ત્યારે અવિશ્વાસની દરખાસ્ત પસાર થાય તે પહેલા જ જે તે સમયે રમાબેન ભાવેશભાઇ ત્રાપશીયાએ ભેંસાણ તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દીધું. જેના કારણે કોંગ્રેસ પક્ષે એકમાત્ર જુનાગઢ જીલ્લાની તાલુકા પંચાયત ભેંસાણમાં સત્તા હતી. તે ગુમાવવી પડેલ છે.

આ નેતાઓ થયા સસ્પેન્ડ
તેમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર ભેંસાણ-તા.પં. ના સભ્ય ભેસાણીયા સુધાબેન રાજેશભાઇ, સભ્ય શિલુ રેખાબેન હશમુખભાઇ, ઢોળવા તા.પં. સભ્ય સતાસીયા મુકેશભાઇ બાબુભાઇ, ગળથ તા.પં. સભ્ય ઠુંમર રવજીભાઇ રણછોડભાઇ, ખંભાળીયા તા.પં. સભ્ય ભુવા સ્વાતિબેન આશીષભાઇ, રાણપુર તા.પં. સભ્ય ઉસદડ રતિલાલ રમણીકભાઇ તેમજ રાણપુર તા.પં. સભ્ય વાંક દિલુભાઇ દેવાયતભાઇ એમ મળી કુલ-7 સભ્યને પાર્ટી વિરૂધ્ધની પ્રવૃતી અને પક્ષ પલ્ટો કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમીતી પ્રમુખ જગદીશભાઇ ઠાકોરની સુચનાથી ભેંસાણ તાલુકા પંચાયતના 7 સદસ્યોને કોંગ્રેસ પક્ષમાંથી 6-વર્ષ માટે સસ્પેન્ડ કરેલ છે.

ADVERTISEMENT

આ મામલે જુનાગઢ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઇ જે. અમીપરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનો ગમે તેઓ કાર્યકર કે આગેવાન કે પદાધીકારી પક્ષ વિરોધી પ્રવૃતી કરશે. તે હવે જરાઇ નહીં ચલાવી લીયે, તે ધ્યેય સાથે કોંગ્રેસ પક્ષમાં પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ હોદ્દેદારોને સસ્પેન્ડ કરવાનો દોર યથાવત રહે છે.

વિધાનસભામાં ફક્ત 17 બેઠક
2017માં ગુજરાત વિધાન સભાના ઈલેક્શન વખતે કોંગ્રેસે પાટીદાર અનામતનો મુદ્દો ઉઠાવીને ભાજપને સરકાર બનાવવા આકરી ટક્કર આપી હતી. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 સીટ મળી હતી. જે 2012ની ચૂંટણી કરતાં 16 વધારે હતી. કોંગ્રેસે અત્યાર સુધીનું સૌથી કંગાળ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી છે .

ADVERTISEMENT

આ પણ વાંચો: ગુજરાતમાં ગરીબી વધી, રાજ્યમાં ત્રીજા ભાગની વસ્તી ગરીબી રેખાથી નીચે જીવે છે

ADVERTISEMENT

આ જિલ્લામાં એક પણ સીટ નથી મળી
વર્ષ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને અસ્તિત્વની ચૂંટણી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસે 17 બેઠકો મળી છે. કોંગ્રેસે 16 જિલ્લામાં એક પણ બેઠક મેળવી નથી. ખેડા, ભાવનગર, બોટાદ, ગાંધીનગર, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, સુરેન્દ્રનગર, અરવલ્લી, ડાંગ, વડોદરા, વલસાડ, અમરેલી, ભરૂચ, તાપી જિલ્લામાં એક પણ સીટ કોંગ્રેસને મળી નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT