AAP-કોંગ્રેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન પર સહમતી, ગુજરાતમાં AAPને કેટલી સીટ મળશે?

ADVERTISEMENT

આપ-કોંગ્રેસ ગઠબંધન
આપ-કોંગ્રેસ ગઠબંધન
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે 3 રાજ્યોમાં ગઠબંધન.

point

સૂત્રો મુજબ AAP દિલ્હીમાં કોંગ્રેસને 3 સીટ આપશે.

point

ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 2 સીટ આપશે.

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને INDIA અલાયન્સમાં કોંગ્રેસ અને AAPના ગઠબંધનને લઈને મોટી ખબર સામે આવી રહી છે. બંને પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીને લઈને 3 રાજ્યોમાં સીટ શેરિંગ ફોર્મ્યૂલા પર વાત બની હોવાનું સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. જેમાં હરિયાણા, ગુજરાત અને દિલ્હીમાં સીટની વહેંચણીને લઈને બંને પાર્ટી વચ્ચે સહમતિ સધાઈ છે.

આ પણ વાંચો: મોડલ તાન્યા સિંહ સાથે IPL ક્રિકેટર અભિષેક શર્માના સંબંધ હતા? મોબાઈલમાંથી થયો ચોંકાવનારો ખુલાસો

3 રાજ્યોમાં AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોંગ્રેસ અને AAP વચ્ચે દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં ગઠબંધનમાં સીટ શેરિંગ ફોર્મ્યૂલા પર સહમતી સધાઈ છે. જેમાં દિલ્હીમાં AAP 4 સીટ પર ઉમેદવાર ઉતારશે અને કોંગ્રેસને 3 સીટ આપી શકે છે. તો હરિયાણામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને 1 સીટ આપશે. ગુજરાતની વાત કરીએ તો કોંગ્રેસ અહીં આમ આદમી પાર્ટીને 2 સીટ આપશે. આ મુદ્દે આજે જ ઔપચારિક જાહેરાત થઈ શકે છે. 

આ પણ વાંચો: AAP-કોંગ્રેસ વચ્ચે ત્રણ રાજ્યોમાં ગઠબંધન પર સહમતી, ગુજરાતમાં AAPને કેટલી સીટ મળશે?

AAPએ ગુજરાતમાં પહેલાથી બે ઉમેદારોની કરી છે જાહેરાત

ખાસ છે કે ગુજરાતમાં AAP દ્વારા પહેલાથી જ ભરૂચ અને ભાવનગર સીટ પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. જેમાં ભરૂચ સીટ પરથી ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પરથી ઉમેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરી ચૂકવામાં આવ્યા છે. ભરૂચ બેઠકથી ચૂંટણી લડવા માટે અગાઉ મુમતાઝ પટેલે તૈયારી દર્શાવી હતી. તો ફૈઝલ પટેલે પણ આ સીટથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એવામાં હવે INDIA ગઠબંધનમાં ભરૂચ અને ભાવનગર સીટ પર રસાકસી ભરી જંગ જોવા મળી શકે છે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT