'ભાજપ હિસાબ કરે કે ના કરે, પણ હું કરીશ...' લોકસભા ચૂંટણી પૂરી થતા જ BJP સાંસદે કોને આપી ધમકી?

ADVERTISEMENT

MP Rajesh Chudasama
સાંસદ રાજેશ ચુડાસમા
social share
google news

Junagadh MP Rajesh Chudasama: જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનો ખુલ્લેઆમ ધમકી આપતો વીડિયો સામે આવતા હોબાળો મચ્યો છે. લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ જ સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી છે અને કહ્યું કે, 5 વર્ષ જે લોકો મને નડ્યા છે તેમને હું છોડવાનો નથી. સાંસદના આ પ્રકારના નિવેદનથી જૂનાગઢના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

રાજેશ ચુડાસમાની મંચ પરથી વિરોધીઓને ચીમકી

લોકસભાની ચૂંટણીમાં વિજેતા થયા બાદ ગીર-સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા બેઠકના પ્રાચી મુકામે સાંસદ રાજેશ ચુડાસમાનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતદો. જોકે આ દરમિયાન ભાજપના સાંસદે સ્ટેજ પરથી સંબોધન કરતા વિવાદિત નિવેદન આપ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, છેલ્લી બે ટર્મના 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે એ હવે આગામી પાંચ વર્ષમાં એકપણ ખાટો ઓડકાર નહીં આવવા દઉં. ભાજપ પાર્ટી હિસાબ કરે કે ના કરે પણ હું આગામી પાંચ વર્ષમાં મને જે આ ચૂંટણીમાં નડ્યા છે એમને મૂકવાનો નથી. 

ADVERTISEMENT

જૂનાગઢથી ત્રીજીવાર સાંસદ બન્યા રાજેશ ચુડાસમા

જોકે ભાજપના જ સાંસદ દ્વારા આ પ્રકારમાં જાહેરમાં નિવેદનથી ખળભળાટ મચી ગયો હતો. રાજેશ ચુડાસમા જૂનાગઢ બેઠક પરથી ત્રીજી વાર સાંસદ બન્યા છે. જોકે લોકસભા ચૂંટણી સમયે વેરાવળના ડો. અતુલ ચગના આપઘાત કેસમાં સાંસદ રાજેશ ચૂડાસમાનું નામ આવતા મોટો વિવાદ સર્જાયો હતો. જોકે બાદમાં ડો. અતુલ ચગના પરિવારે સમાધાન કરી લીધું હતું. 

નોંધનીય છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં સાંસદ રાજેશ ચુડાસમાએ કોંગ્રેસના હીરા જોટવાને 1,34,360 વોટથી હરાવ્યા હતા. રાજેશ ચુડાસમાને 5,78,516 વોટ મળ્યા હતા. જ્યારે હીરા જોટવાને 4,44,156 વોટ મળ્યા હતા. જોકે તલાલા વિધાનસભામાં રાજેશ ચુડાસમાને માત્ર 33 વોટની જ લીડ મળી હતી. 

ADVERTISEMENT

(ઈનપુટ: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT