Lok Sabha 2024: BJPની પહેલી યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર, ગુજરાતની 15 બેઠકો પર 'મૂરતિયા' નક્કી

ADVERTISEMENT

ભાજપની લોકસભા માટે પહેલી યાદી
ભાજપની લોકસભા માટે પહેલી યાદી
social share
google news

Lok Sabha Election 2024 BJP Candidate: ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી આજે જાહેર કરી દીધી છે. પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, કેન્દ્રિય ચૂંટણી સમિતીએ 16 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી 195 બેઠકો પર નિર્ણય લીધો. જેમાં PM મોદી વારાણસી ચૂંટણી લડશે.

ભાજપે તેની પ્રથમ યાદીમાં 34 કેન્દ્રિય મંત્રી અને રાજ્ય મંત્રીઓ, 1 લોકસભા અધ્યક્ષ અને બે પૂર્વ મુખ્યમંત્રીના નામ સામેલ કર્યા છે. જેમાં 28 મહિલાઓ, 50થી ઓછી ઉંમરના 47 યુવા ઉમેદવાર, SCના 27 ઉમેદવારો, STના 18 ઉમેદવારો, OBCના 57 ઉમેદવારો છે. આમ તમામ વર્ગો અને સમાજને પ્રતિનિધિત્વ આ પહેલી લિસ્ટમાં આપવામાં આવ્યું છે.

આ યાદીમાં UPથી 51 સીટ, પશ્ચિમ બંગાળથી 20 સીટ, મધ્ય પ્રદેશથી 24 સીટ, ગુજરાતની 15 સીટ, રાજસ્થાનમાં 15, કેરળમાં 12 સીટ, તેલંગાણામાં 9 સીટ, અસમમાં 11 સીટ, ઝારખંડમાં 11 સીટ, છત્તીસગઢમાં 11 સીટ, દિલ્હીમાં 5 સીટ, જમ્મુ કાશ્મીરમાં 2, ઉત્તરાખંડમાં 3, અરુણાચલ પ્રદેશમાં 2, ગોવામાં 1 ત્રિપુરામાં 1, અંદામાન-નિકોબારમાં 1, દમણ અને દીવમાં 1 સીટની જાહેરાત કરવામાં આવી છે. 

ADVERTISEMENT

ગુજરાતમાં આ 15 સીટ પર ઉમેદવારો જાહેર

  • કચ્છ - વિનોદ ચાવડા
  • બનાસકાંઠા - ડો. રેખા ચૌધરી
  • પાટણ - ભરતસિંહ ડાભી
  • ગાંધીનગર - અમિત શાહ
  • અમદાવાદ પશ્ચિમ - દિનેશ મકવાણા
  • રાજકોટ - પુરુષોત્તમ રૂપાલા
  • પોરબંદર - મનસુખ માંવડિયા
  • જામનગર - પૂનમ માડમ
  • આણંદ - મિતેશ પટેલ
  • ખેડા - દેવુસિંહ ચૌહાણ
  • પંચમહાલ - રાજપાલસિંહ જાદવ
  • દાહોદ - જસવંતસિંહ ભાભોર
  • ભરૂચ - મનસુખ વસાવા
  • બારડોલી - પ્રભુભાઈ વસાવા
  • નવસારી - સી.આર પાટીલ

તમને જણાવી દઈએ કે ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હી BJP હેડક્વાર્ટરમાં પાર્ટીની સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠક રાત્રે 8 વાગ્યે શરૂ થઈ હતી અને સવારે લગભગ 4 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં PM મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો. બેઠકમાં લગભગ 17 રાજ્યોની લોકસભા બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી અને 155 થી વધુ બેઠકો પર નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેની વિગતો આજે યોજાનારી ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સંગઠન મહાસચિવ બીએલ સંતોષ, પ્રદેશ પ્રમુખ, પ્રભારી, સહ પ્રભારી અને ચૂંટણી પ્રભારી, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, આસામ, ઉત્તરાખંડ અને ગોવાના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉત્તર ભારતના તમામ રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, ગુજરાત, તેલંગાણા, કેરળ અને તમિલનાડુની લોકસભા બેઠકો અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી લોકસભા ચૂંટણી માટે 400ને પાર કરવાનો નારો આપ્યો છે. ભાજપ એકલા હાથે 370થી વધુ બેઠકો મેળવવાનું લક્ષ્ય ધરાવે છે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT