પોલીસ પ્રજાના પૈસાનો પગાર લે છે, કોઈ તમને ખોટી રીતે હેરાન કરે તો કહેજો : ગેનીબેન ઠાકોર

ADVERTISEMENT

MP Geniben Thakor
સાંસદ ગેનીબેન ઠાકોર
social share
google news

Geniben Thakor statement on Police : થરાદમાં એક સભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર પોલીસ વિભાગને ટકોર કરી છે. જણાવી દઈએ કે, ગેનીબેન ઠાકોરે લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પણ પોલીસ સામે સવાલો કર્યા હતા.

પોલીસ પ્રજાના પૈસાનો પગાર લે છે, ડરશો નહીં : ગેનીબેન ઠાકોર

સાંસદે સભામાં પોલીસને ટકોર કરતા લોકોને કહ્યું હતું કે, 'તેઓ પ્રજાના પૈસાનો પગાર લે છે. કોઈએ ડરવાની જરુર નથી. તમારો વાંક જ ના હોય છતાં પોલીસ તમને ખોટી રીતે હેરાન કરે તો જાણ કરજો. તો વળી કહ્યું હતું કે ગમે તે મોટો લોર્ડ કર્ઝન હોય તો પણ જે ભાષામાં જવાબ આપવાનો હશે એ રીતે વાત કરવામાં આવશે.'

સાંસદ ગેનીબેને કહ્યું હતુ કે, 'કોંગ્રેસના કોઈ આગેવાનો બે નંબરના ધંધા કરતા નથી અને હપ્તા લેતા નથી. એ (પોલીસ) બુટલેગરના હપ્તા લે છે.'

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો- 'પક્ષ પલટો કરીને ગયા એમને...' સાંસદ ગેનીબેને નામ લીધા વગર અલ્પેશ ઠાકોર પર સાધ્યું નિશાન!

    follow whatsapp

    ADVERTISEMENT