વ્યાજખોરોને ડામવા માટે પોલીસે લોકદરબાર યોજ્યો, તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ ગુજરાતમાં ઠેર ઠેર વધી રહેલા વ્યાજખોરોના ત્રાસને પહોંચી વળવા કડક પગલાં ભરાઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં લોકદરબાર યોજાયો હતો. તેવામાં વ્યાજખોરોને ડામવા માટે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યોજખોરોથી પીડિત જેટલા પણ લોકો હતા એ બધા આ દરબારમાં જોડાવા પહોંચ્યા હતા. આની સાથે અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓનો પણ મામલો પોલીસને સતર્ક કરી દીધી છે.

અરવલ્લીમાં લોકદરબાર યોજાયો…
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરાયું હતું. જેમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો પહોંચ્યા હતા. પોલીસ દ્વારા અત્યારે લોકદરબારો કરીને વ્યાજખોરોથી મુક્તિ માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં 10 લોકો રજૂઆત કરવા પહોંચતા વિવિધ ઘટનાક્રમ વિશે માહિતી મળી આવી હતી. વ્યાજખોરોના ત્રાસથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો આ અંગે અત્યારે પોલીસ સતર્ક બની ગઈ છે.

વ્યાજખોરોને ડામવા સજ્જ
લોકદરબારમાં વ્યાજખોરોને ડામવા માટે 10 લોકો પોતાની આપવીતી લઈને પહોંચ્યા હતા. આ દરમિયાન SPએ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ટકોર કરી દીધી છે. એટલું જ નહીં વ્યાજખોરોના ત્રાસથી લોકોને બચાવવા માટે હવે પોલીસ મેદાનમાં આવી ગઈ છે. વધુ લોકો પોતાનો જીવ ન ગુમાવે એના માટે સઘન તપાસ અને કાર્યવાહી થાય એવું લાગી રહ્યું છે.

ADVERTISEMENT

With Input: હિતેશ સુતરિયા

જે લોકો ભૂખે મરતા હોય તેમણે મેચ જોવાની જરૂર નથી, મોંઘી ટિકિટો પર મંત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ADVERTISEMENT

ભારતીય ટીમ તાજેતરમાં શ્રીલંકા સામે ત્રણ વન-ડે શ્રેણી તેમના જ ઘરમાં રમી રહી છે. આ સીરિઝ હેઠળ છેલ્લી મેચ 15 જાન્યુઆરીએ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચની ટિકિટની કિંમત ઘણી વધારે રાખવામાં આવી છે. આ મોંઘી ટિકિટોના કારણે કેરળની રાજ્ય સરકાર ટીકાનો સામનો કરી રહી છે. પરંતુ આ દરમિયાન કેરળના સ્પોર્ટ્સ મિનિસ્ટર વી અબ્દુર્રહિમે વિવાદાસ્પદ નિવેદન આપીને મોંઘવારીની આગને ભડકાવી દીધી છે. રમતગમત મંત્રીએ કહ્યું છે કે ભૂખે મરતા લોકોએ મેચ જોવાની જરૂર નથી.

ADVERTISEMENT

ઉત્તરાયણ પહેલા જાણો કે પંતગ ચગાવવા પૂરતો પવન ફૂંકાશે કે નહીં, હવામાન વિભાગે કહ્યું કે…

ઉત્તરાયણ રસિકોમાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આ વખતે સારો પવન ફૂંકાઈ શકે છે. પતંગ રસિકો ઉત્તરાયણની મોજ માણી શકે છે. એટલું જ નહીં જોકે આગામી 3 દિવસમાં ભારેથી અતિભારે ઠંડી પડવાની સંભાવના પણ જોવા મળી રહી છે. જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર પડશે એના પર પણ નજર કરીએ.

    follow whatsapp

    ADVERTISEMENT