PM મોદી India Today Conclave 2023 માં થશે મંચસ્થ, દિલ્હીમાં વિશ્વના આઇડિયા અને ઇનસાઇટ્સ થશે શેર
India Today Conclave 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ટુડે કોન્કલેવ 2023 ને સંબોધિત કરશે. આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમ પોતાના 20 માં સંસ્કરણનું આયોજન 17…
ADVERTISEMENT
India Today Conclave 2023 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્ડિયા ટુડે કોન્કલેવ 2023 ને સંબોધિત કરશે. આ અત્યંત પ્રતિષ્ઠિત કાર્યક્રમ પોતાના 20 માં સંસ્કરણનું આયોજન 17 અને 18 માર્ચે નવી દિલ્હી ખાતે આયોજીત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી પ્રભાવશાળી નેતાઓ પૈકી એક છે. બહુપ્રતિક્ષિત બેઠકમાં ભારતના અનેક પ્રતિષ્ઠિત અને આઇકોનિક વક્તાઓ હાજર રહેશે. પીએમ મોદી ‘આઇકોન ઓફ ઇન્ડિયા’ વિષય પર સંબોધન કરશે. આ સંબોધન એવા સમયે થવા જઇ રહ્યું છે જ્યારે વિશ્વમાં ભારે ઉથલ પાથલ છે. ખાસ કરીને આર્થિક અને ભૂ રાજનીતિક બાબતોના કારણે સમગ્ર વિશ્વમાં ઉથલપાથલ ચાલી રહી છે ત્યારે ભારત ન માત્ર ઉભરી રહ્યું છે પરંતુ આશાની એક દિવાદાંડીની જેમ ચમકી પણ રહ્યું છે.
વડાપ્રધાન મોદી અગાઉ 2019 માં કોવિડ મહામારી પહેલા ઇન્ડિયા ટુડે કોન્કલેવને સંબોધિત કર્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં અનેક ફેરફારો આવી ચુક્યા છે. 2023 માં ભારત વિશ્વનું કેન્દ્રીય બિંદુ બની ચુક્યું છે કારણ કે દેશ ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વિશ્વના સમુદ્રીક સુરક્ષા બાબતે એક મોટા ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે. ઉપરાંત ભારત G20 શિખર સમ્મેલનનું આયોજક બન્યું છે. જે સ્વચ્છ ઉર્જા અને આર્થિક સુધારાઓ પર કેન્દ્રીત છે.
ઇન્ડિયા ટુડે ગ્રુપના વાઇસ ચેરપર્સન કલી પુરીએ આ અંગે જણાવ્યું કે, જો કે ગત્ત કોન્કલેવમાં ડિસરપ્ટર ઇન ચીફ તરીકે જાણતા હતા, એટલા માટે પીએમ મોદીનું નવું ભાષણ તેમના નેતૃત્વની રણનીતિઓને નિર્ધારિત કરવા માટે ખુબ જ મહત્વનું છે. આ અનોખો માઇલ્સ્ટોન આગામી પેઢીઓને વૈશ્વિક વિકાસનું પથપ્રદર્શન કરશે.
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ પણ અનેક વખત ઇન્ડિયા ટુડેના કોન્કલેવને સંબોધિત કરતા રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂઆતી દિવસોમાં જ્યારે તેઓએ પોતાના વિઝનનું ઉદાહરણ આપતા ગુજરાત મોડલને શોકેસ કર્યું. પીએમ બન્યા બાદ પણ તેઓએ દેશના વિકાસનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યા અને નવા ભારતનું એક છાયાચિત્ર રજુ કર્યું. તેમણે 2003, 2008 અને 2011 માં ગુજરાતના વડાપ્રધાન તરીકે અને 2013 માં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે અને હાલમાં 2017 અને 2019 માં પીએમ બન્યા બાદ પણ તેઓ ઇન્ડિયા ટુડે કોન્કલેવનું મંચ શોભાવતા રહ્યા છે.
આ વર્ષના કોન્કલેની થીમ ધ ઇન્ડિયા મોમેન્ટ છે. સમગ્ર વિશ્વમાં સૌથી યુવાન દેશ ભારત હોવાની સાથે સાથે ભારત વૈશ્વિક આર્થિક વિકાસના ચાલકો પૈકીનો એક બનવા તરફ અગ્રેસર છે. 900 મિલિયનથી વધારે ઇન્ટરનેટ વપરાશકાર બનવાની સાથે ડિજિટલ લાભાંશ પ્રાપ્ત કરવા માટે પણ તૈયાર થશે. ભારત મોટી ચૂંટણીના વાતાવરણમાં પ્રવેશ કરી રહ્યું છે. પીએમ મોદી સતત ત્રીજીવાર ભાજપ તરફથી પીએમ પદના ઉમેદવાર તરીકે લડશે. ઇન્ડિયા ટુડે કોન્કલેવ 2023 સત્તાધારી એનડીએ અને વિપક્ષ બંન્ને મુખ્ય રાજનીતિક હસ્તીઓ રાજનીતિક યુદ્ધા મેદાનના એજન્ડાને પણ નિર્ધારિત કરશે. તેમની નીતિઓ, વચનો અને સંભાવનાઓ પર ચર્ચા કરશે.
ADVERTISEMENT
હંમેશાની જેમ ઇન્ડિયા ટુડે કોન્કલે 2023 રાજનીતિ, વ્યવસાય, મનોરંજન, રમત અને શિક્ષણ જગતથી વિવિધ પ્રકારના અવાજોને એક સાથે લાવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત સાર્થક સંવાદ માટેનું એક મંચ પ્રદાન કરશે. અત્રે નોંધનીય છે કે, વક્તાઓમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર, ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી એસ. જયશંકર, કિરેન રિજિજુ અને સ્મૃતિ ઇરાની, કોંગ્રેસ નેતા શશિ થરૂર અને પી.ચિદંબરમ, ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રા, ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલ અને સંજીવ ગોયનકા, ઉદ્દમી બાયજૂ રવીંદ્ર જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે. અભિનેતા રામ ચરણ, આનુવાંશિકીવિદ્દ ડેવિડ સિંકલેયર અને સેવા નિવૃત મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડે અને યુયુ લલિત પણ કાર્યક્રમમાં હાજર રહેશે.
ADVERTISEMENT
ઇન્ડિયા ટુડે કોન્કલેવમાં બે દિવસીય કાર્યક્રમ છે જ્યાં અલગ અલગ ક્ષેત્રોના હાઇ પ્રોફાઇલ વક્તા ભારત અને વિશ્વની સામે સૌથી વધારે ભારરૂપ મુદ્દાઓ પર વિશ્વના હાઇપ્રોફાઇલ વક્તાઓ ભારત અને વિશ્વની સમક્ષ સૌથી વધારે દબાણ વાળા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ઘટનામાં સામાન્ય રીતે મુખ્યભાષણ, પેનલ ચર્ચા, ફાયર સાઇડ ચેટ અને ઇન્ટરેક્ટિવ સત્રનો સમાવેશ થાય છે. જ્યાં વક્તાઓ અલગ અલગ મુદ્દાઓ પર પોતાના વિચાર, ઇનસાઇટ્સ અને આઇડિયા પણ શેર કરશે.
પીએમ મોદી અગાઉ ઇન્ડિયા ટુડે કાર્યક્રમમાં હાજર રહ્યા…
2008 : જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા
2011 : જ્યારે તેમણે ગુજરાત ડેવલપમેન્ટ મોડલ અને ભારતને વિશ્વમાં એક શક્તિ તરીકે સ્થાપિત કરવાની વાત કરી હતી.
2017 : જ્યારે જીએસટી પરિષદ દ્વારા વસ્તુ અને સેવા કરને મંજૂરી આપવાના થોડા દિવસો બાદ પીએમ મોદી ઇન્ડિયા ટુડે કોન્કલેવ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
ADVERTISEMENT