PM મોદીએ કહ્યું- નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે, ગુજરાતમાં દોડધામ કરવાનું કારણ જણાવ્યું…
વેરાવળઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. અત્યારે ત્રણેય પાર્ટીએ મોટાભાગની બેઠકો પર પોતાના મૂરતિયાઓ પણ પસંદ કરી લીધા છે. ત્યારે ભાજપે પણ…
ADVERTISEMENT
વેરાવળઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. અત્યારે ત્રણેય પાર્ટીએ મોટાભાગની બેઠકો પર પોતાના મૂરતિયાઓ પણ પસંદ કરી લીધા છે. ત્યારે ભાજપે પણ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેરાવળ ખાતે જનસભાને સંબોધતા નજરે પડ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપની જ સરકાર બનશે એની ખાતરી તો મને છે. નરેન્દ્રના તમામ રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે. તેમ છતા તેઓ કેમ દોડભાગ કરી રહ્યા છે એના કારણ વિશે પણ જણાવ્યું હતું.
ગુજરાતમાં દોડધામનું કારણ PM મોદીએ જણાવ્યું..
નરેન્દ્ર મોદીએ વેરાવળ ખાતે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે. અત્યારે અગાઉના વિવિધ સરવે, રાજકીય નિષ્ણાંતોના મતો પર નજર કરીએ તો ભાજપ જ જીતશે એમ લાગી રહ્યું છે. જોકે આ દરમિયાન ઘણા લોકો મને પૂછતા હોય છે કે કેમ તમે ગુજરાતમાં સુપર એક્ટિવ થઈને ઘણી ભાગ દોડ કરો છે.
વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં સતત એક્ટિવ રહેવા મુદ્દે કહ્યું કે હું પણ જાણું છું સરકાર અમારી બનશે પણ મારે જનતા સાથે મળવું છે. મને ગુજરાતની જનતાની યાદ આવે છે અને હું અહીં ભગવાનના દર્શન કરવાની સાથે જનતા સાથે રહેવું એ મારુ કર્તવ્ય છે.
ADVERTISEMENT
નરેન્દ્રના રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે- PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યારપછી આ સંબોધનમાં વિગતવાર જણાવ્યું હતું કે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવા જઈ રહ્યા છે. આ ભૂપેન્દ્ર હવે બધા નવા રેકોર્ડ બનાવે એટલે નરેન્દ્ર અહીંયા સતત સુપર એક્ટિવ રહે છે. હજુ અમારે ગુજરાતને વિકાસની નવી ઉંચાઈઓ સુધી લઈ જવું છે. તેથી જ હું મારુ કર્તવ્ય નિભાવવા માટે અહીં સતત આવતો રહું છું.
હું એટલા માટે દોડાદોડ કરું છે કે આ મારુ કર્તવ્ય છે. તમને મળીને અમારા સંકલ્પો કહેવો એ મારુ કર્તવ્ય છે. તમે મત આપી અમને જીતાડજો. આ વખતે નરેન્દ્રના બધા રેકોર્ડ ભૂપેન્દ્ર તોડે એ અને ભૂપેન્દ્ર જે રેકોર્ડ તોડે એના માટે નરેન્દ્ર કામ કરે એવું કરવું છે. ગુજરાતને વિકાસની ઉંચાઈઓ પર લઈ જવું છે.
ADVERTISEMENT