આર્યન મોદી મર્ડર કેસ: PIને સસ્પેન્ડ કર્યા બાદ પોલીસને મળી મોટી સફળતા, 7 ઈસમ વિરુદ્ધ ફરિયાદ, 1ની ધરપકડ
ધનેશ પરમાર/ પાલનપુર: બહુચર્ચિત આર્યન મોદી હત્યા કેસમાં પોલીસ મહત્વની કડીઓ અને પુરાવાઓ સુધી પહોંચી છે.આર્યનને આદર્શ સાયન્સ કોલેજથી અજાણ્યા હત્યારાઓ કારમાં અપહરણ કરી લઈ…
ADVERTISEMENT
ધનેશ પરમાર/ પાલનપુર: બહુચર્ચિત આર્યન મોદી હત્યા કેસમાં પોલીસ મહત્વની કડીઓ અને પુરાવાઓ સુધી પહોંચી છે.આર્યનને આદર્શ સાયન્સ કોલેજથી અજાણ્યા હત્યારાઓ કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. જે બાદ તેને અજાણી જગ્યાએ જઈ સતત ટોર્ચર કરાયો હતો અને હત્યારાઓ એ તેને સતત માર માર્યો હતો.એટલેથી ન અટકતાં આ હત્યારાઓએ સામૂહિક ક્રાઇમમાં આર્યન મોદીને ઝેરી પ્રવાહી પીવડાવી ફેંકી દીધો હતો. જેમાં ઢોરમાર, અસહ્ય ત્રાસ અને તે બાદ ઝેરી પદાર્થ પીવડાવતા આર્યન મોદીને હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે જોકે સારવાર દરમિયાન ખાનગી વેદાંતા હોસ્પિટલમાં તેનું કરૂણ મોત થયું હતું. જોકે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલ બીછાનેથી આર્યન મોદીએ આરોપીઓ એ કેવીરીતે તેની સ્કૂલમાંથી ધાકધમકી એ અપહરણ કરી બળજબરીપૂર્વક ઝેર પીવડાવી તેની હત્યા કરવા ઝેરી પ્રવાહી પીવડાવ્યું હતું. તે કેફિયત મુજબનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ રૂબરૂનું મરણોત્તર નિવેદન નોંધાવ્યું હતું. અને અપરાધીઓ વિરુદ્ધનો આ મજબૂત પુરાવો હોય પોલીસે તે બાદ હત્યારાઓને શોધવા કવાયત હાથ ધરી હતી.
ગઈકાલે જ પાલનપુર પૂર્વના PI જે.પી દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તે બાદ આજે પોલીસની કાર્યવાહીમાં 7 જેટલા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 1 વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. તો બીજી તરફ મૃતક આર્યન મોદીના કપડાં અને બુટ FSLમાં મોકલી દેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પોલીસનું અત્યાર સુધીનું ઇન્વેસ્ટિગેશન અને આરોપીની ધરપકડ
પોલીસે અત્યાર સુધી આદર્શ સાયન્સ કોલેજથી ડેરી રોડ સુધીના તમામ સીસી ટીવી ફૂટેજ કબજે કર્યા છે. તો વળી કોલેજનો ડીવીઆર પણ જપ્ત કરવામાં આવ્યું છે.આ ગુનામાં આર્યનનું અપહરણ જે કારમાં કરાયું હતું તે કાર પણ જપ્ત કરાઈ છે.પોલીસે મોદીના મિત્ર સાથે રાખી તે સમયે બનેલ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કર્યું છે તો વળી પોલીસે મહત્વની કડી રૂપ એક આરોપીની ધરપકડ કરી છે.અને આર્યન મોદી સાથે જેનું પ્રેમ પ્રકરણ માનવામાં આવી રહ્યું છે તે યુવતીને પણ પોલીસ સ્ટેશન બોલાવી પોલીસે તેનું નિવેદન નોંધ્યું છે અને તે આધારે પોલીસે મહત્વના પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે.
ADVERTISEMENT
આર્યન મોદીના પિતાની કેફિયત અને પોલીસ સમક્ષ હત્યારા ઝડપવા રાવ
આ ચકચારી ઓનર કિલિંગ કેસમાં આર્યન મોદીના પિતા પાસેથી મળેલ હકીકત જોતા આર્યનને તેની કોલેજમાંથી કોઈનો પ્રથમ કોલ આવતા તે વ્યક્તિ અને અન્યોએ તેને બોલાવી અપહરણ કર્યું હતું. આર્યન મોદીનાં પિતાએ જણાવ્યું હતું કે “મારા પુત્રની ફી ભરવાની હોઇ, ગુરુવારે તેની બેગમાં પૈસા મૂક્યા હતા અને ફી ભરાઇ કે નહિ તેની ખરાઇ કરવા મેં તેને 12-30 કલાક આસપાસ ફોન કર્યો ત્યારે તેણે કહેલ કે ફીસ ભરાઈ ગઈ છે, પાવતી બાકી છે. મને ફોન આવ્યો હતો કે કોઈ ભરતભાઈ બોલાવે છે. કોઈ ઓળખીતા હશે.તેમને મળીને આવું છું.તે બાદ તમને ફોન કરું તેવી વાત તેણે મને કરેલી.
ADVERTISEMENT
પિતાએ ફોન કર્યો ત્યારે અપહરણ કારોનો ચુંગાલમાં હતો
મારો પુત્ર બપોરે 2 વાગે ઘેર આવી જાય પણ તે દિવસે ન આવતા મેં તેને ફોન કરેલો કે કેમ નથી ઘેર આવ્યો ત્યારે તે ગભરાયેલ હતો.અને મને કહેલ કે હું આવું છું. મને લાગે છે કે તે સમયે તે આરોપીઓનાં કબજામાં હતો. અને તેને મારવામાં આવતો હતો.જોકે અમે બહાર જતા હોય ઘરની ચાવી અહીં મૂકી જઈએ છીએ, લઈ લેજે તેમ કહ્યું હતું. જોકે સાંજે અમે 4:30 વાગ્યે પરત આવતા પણ તે દેખાયો નહિ જેથી તેની મમ્મી એ ફોન કર્યો તો તેણે ઉપાડ્યો નહીં અને તેનો ફોન સ્વીચ ઓફ થઈ ગયેલો. જો કે બાદમાં મેં ફોન કર્યો ત્યારે તેને ફોન ઉપાડ્યો અને ગભરાયેલા અવાજમાં કહ્યું કે, પપ્પા હું આવી જઈશ.આમ આરોપીઓના કબજામાં હોવા પોતાના મમ્મી-પપ્પા ચિંતા ના કરે તે માટે આર્યન મોદીએ કોલ રીસીવ કર્યો હતો. જોકે આ હત્યારાઓ ઝડપથી ઝડપાય અને મારા પુત્રના હત્યારાઓને ફાંસી થાય તેવી મારી માંગ છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT