પાકિસ્તાનમાં લોટની તંગીઃ ખજાનામાં વધ્યા બસ આટલા નાણાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારે આર્થિક સંકટ વચ્ચે શહેબાઝ શરીફ સરકારના નાણામંત્રી દેશના વિદેશી હૂંડિયામણ ભંડારની કફોડી હાલતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે કહ્યું છે કે હાલમાં પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર $4 બિલિયન નહીં પરંતુ $10 બિલિયન છે. ઈશાક ડારે વધુમાં કહ્યું કે $6 બિલિયન પાકિસ્તાનની કોમર્શિયલ બેંકો પાસે છે, જેને પણ ભંડારના ભાગ તરીકે ગણવામાં આવશે. પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં ભારે અછતના સમાચારો જોરમાં છે. તાજેતરમાં, ઘણા પાકિસ્તાની અહેવાલો સામે આવ્યા છે કે પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 4.5 અબજ ડોલર થઈ ગયો છે, જે પાકિસ્તાનની શહેબાઝ શરીફ સરકાર માટે પણ ખતરાની ઘંટડી સમાન છે.

સોઢીનો શાંતિથી નીકળી જવાનો ઈરાદોઃ અમૂલમાંથી હકાલપટ્ટી અંગે કહ્યું…

પાકિસ્તાનમાં લોટની ભારે કટોકટી, ગરીબોમાં આક્રોશ
પાકિસ્તાનમાં મોંઘવારી ઝડપથી વધી રહી છે. ગરીબ લોકોને રોજીરોટી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમને બે ટાઈમ માટે પણ યોગ્ય રોટલો નથી મળતો. હાલમાં પાકિસ્તાનમાં લોટને લઈને ભારે સંકટ ચાલી રહ્યું છે. ભૂતકાળમાં સતત ભાવ વધારાને કારણે પાકિસ્તાનમાં ગરીબો માટે લોટ ખરીદવો મુશ્કેલ બની ગયો છે. લોકોને સરકારની મદદની જરૂર છે. પાકિસ્તાનના રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં લોટની કિંમત 130 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. જોકે કેટલાક મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ લોકની કટોકટીને પગલે પાકિસ્તાનમાં લોકો વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ અને લોટ લેવાની લહાયમાં પાંચેક વ્યક્તિના મૃત્યુ થયાની માહિતી સામે આવી છે.

વિદ્યાર્થીઓ ચેતજો ! પરીક્ષામાં પાસ કરાવાની લાલચમાં ભાવનગરના યુવક સાથે થઈ લાખોની છેતરપિંડી

IMFના અધિકારીઓ આવશે
શનિવારે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાનના નાણાપ્રધાન ઈશાક ડારે દાવો કર્યો હતો કે પાકિસ્તાન પરનું દેવું સમયસર ચૂકવવામાં આવી રહ્યું છે અને ખૂબ જ ટૂંક સમયમાં દેશનું વિદેશી મુદ્રા ભંડાર ફરી સ્થિર થઈ જશે. ઈશાક ડારે વધુમાં કહ્યું કે આઈએમએફનો એક પ્રતિનિધિ ટૂંક સમયમાં પાકિસ્તાનની મુલાકાતે આવી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે 9 જાન્યુઆરીએ તેઓ જીનીવામાં IMF અધિકારીઓને પણ મળશે. આ બેઠક જીનીવામાં યોજાનારી કોન્ફરન્સથી અલગ હશે, જે દરમિયાન વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ હાજર રહેશે. જણાવી દઈએ કે ઈશાક ડાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે 9 જાન્યુઆરીએ જીનીવા પહોંચશે. આ કોન્ફરન્સમાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ પણ હાજરી આપશે. ઈશાક ડારે વધુમાં કહ્યું કે તેમને આશા છે કે સાઉદી અરેબિયા જેવા પાકિસ્તાનના મિત્ર દેશો ટૂંક સમયમાં ફંડ ટ્રાન્સફર કરશે.

ADVERTISEMENT

અરવલ્લીઃ રોડ ક્રોસ કરતી મહિલા સાથે Audi ભટકાતા મોત, એક્ટીવાનો કચ્ચરઘાણ

પાકિસ્તાન અને IMF આવતા અઠવાડિયે વાતચીત કરશે
પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. આર્થિક સંકટથી બચવા માટે પાકિસ્તાન હવે IMFની નજર મંડી રહ્યું છે. IMF તરફથી આર્થિક મદદ મળવાની આશામાં શહેબાઝ શરીફ સરકાર સતત IMF અધિકારીઓ સાથે વાતચીતમાં વ્યસ્ત છે. આવતા અઠવાડિયે પણ પાકિસ્તાન અને IMF વચ્ચે વાતચીત થવાની અપેક્ષા છે. જો મામલો બને છે અને પાકિસ્તાન $7 બિલિયન નાણાકીય સહાય કાર્યક્રમની સમીક્ષાના નવમા રાઉન્ડમાં તમામ માપદંડોને પૂર્ણ કરે છે, તો તેને ટૂંક સમયમાં IMF તરફથી એક અબજ ડૉલરની લોનનો હપ્તો મળશે.

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT