પદ્મ પુરસ્કારની જાહેરાત, 8 ગુજરાતીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા
નવી દિલ્હી : ગણતંત્રની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પદ્મ પુરસ્કારોની યાદીમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન અપાયું હતું. ત્રણ…
ADVERTISEMENT
નવી દિલ્હી : ગણતંત્રની પૂર્વ સંધ્યાએ ભારત સરકાર દ્વારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ પદ્મ પુરસ્કારોની યાદીમાં ત્રણ ગુજરાતીઓને સ્થાન અપાયું હતું. ત્રણ ગુજરાતીઓ પદ્મ પુરસ્કાર જીત્યા હતા. જે દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો છે. ત્રણેય ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. જેમાં હિરાબેન લોબી, પરેશ રાઠવા અને ભાણુભાઇ ચિતારાનો સમાવેશ થાય છે.
હેમંત ચૌહાણને પદ્મ શ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાતની અનેક હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે. પ્રેમજીત બારિયા (દિવ,દમણ અને દાદરાનગર હવેલી) આર્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે, હેમંત ચોહાણને આર્ટ, ભાણુભાઇ ચિતારા (આર્ટ), મહિપત કવિ (આર્ટ), અરીઝ ખંભાતા (ઉદ્યોગ અને વ્યાપાર), પ્રોફેસર મહેન્દ્ર પાલ (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ),
કુલ 6 લોકોને પદ્મ વિભુષણ એવોર્ડ એનાયત થયા છે. જે પૈકી એક ગુજરાતી બાલકૃષ્ણ દોશીને સ્થપતિના ક્ષેત્રમાં અનોખી કામગીરી બદલ મરણોપરાંત પદ્મ વિભુષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પદ્મ શ્રી કુલ 91 લોકોને એનાયત થયો જેમાં 7 ગુજરાતીઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. હેમંત ચૌહાણને આર્ટ ક્ષેત્રમાં પદ્મશ્રી, ભાણુભાઇ ચિતારા (આર્ટ), મહિપત કવિ (આર્ટ),અઝીજ ખંભાતા (મરણોપરાંત, વ્યાપાર અને ઉદ્યોગ), હિરાબાઇ લોબી (સામાજિક કાર્ય), પ્રોફેસર મહેન્દ્ર પાલ (વિજ્ઞાન અને એન્જિનિયરિંગ) અને પરેશભાઇ રાઠવા(આર્ટ) નો સમાવેશ થાય છે.
હિરાબાઇ લોબી (સિદ્દીની શક્તિ) (પદ્મ શ્રી)
હિરાબાઇ સિદ્દીને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ મુળ ગુજરાતના સિદી સમાજના મહિલા છે. ખુબ જ પછાત ગણાતા સિદી સમાજના બાળકોને અભ્યાસ કરાવવા માટે ન માત્ર પ્રેરણા આપી પરંતુ બાળવાડી નામના એક નવા જ કોન્સેપ્ટ સાથે તેઓએ અનોખી પહેલ કરી. જેના કારણે સમાજને ખુબ જ ફાયદો થયો. આ ઉપરાંત સિદ્દી મહિલાઓમાં પણ ભણતર અને આર્થિક સદ્ધરતા વધે તે માટે પ્રયાસો કર્યા. મહિલા વિકાસમંડળની સ્થાપના કરી. પોતે નાની ઉંમરમાં જ અનાથ હોવા ન માત્ર પોતે આગળ વધ્યા પરંતુ સમગ્ર સમાજને આગળ ધપાવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભાણુભાઇ ચિતારા (કલમકારી ચિત્ર- કલા)
ભાણુભાઇ ચિતારાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. તેઓ સાતમી પેઢીના કલમકારી કલાકાર છે. તેઓ ચુનારા કમ્યુનિટીમાંથી આવે છે જેઓ 400 વર્ષોથી ખાસ પ્રકારની કળા પેઢી દર પેઢી સાચવી રહ્યા છે. આ પરિવાર પોતાની માતાની પછેડી માટે જાણીતા છે. આ કળા હવે વિલુપ્ત થવાના આરે છે. આ માતાની પછેડીમાં કુબ જ બારિક કારીગરી દ્વારા માતાજીના વિવિધ પરચાઓ અને ઇતિહાસમાં નોંધાયેલા અલગ અલગ કિસ્સાઓને ટાંકવામાં આવે છે. આ ઉપરાંત અન્ય સામાન્ય શાલમાં પણ રામાયણ અને મહાભારતના કિસ્સાઓને ખુબ જ બારીક રીતે ટાંકવામાં આવે છે.
તેઓએ આ કળાને સજીવન કરવા માટે ખુબ જ મહેનત કરી રહ્યા છે. તેઓએ 200 થી વધારે વર્કર્શોપ અને એક્ઝિબિશનનાં પણ સમગ્ર દેશ અને દુનિયામાં આયોજન કર્યા છે.
પરેશ રાઠવા (પીઠોરાના પરેશ-કલા)
પરેશભાઇ એક પીથોરા આર્ટિસ્ટ છે. તેઓ મુળ છોટા ઉદેપુરના વતન છે અને હિંદુ અને આદિવાસી સંસ્કૃતિના સંમીશ્રણ સમાન પૌરાણીક કથાઓના આદિવાસી પેઇન્ટિંગ દ્વારા કંડારે છે. પિથોરા 12 હજાર વર્ષ જુનો આદિવાસી કળાનો એક પ્રકાર છે. જે ભગવાન પિથોરા દ્વારા વિકસાવવામાં આવ્યો હોવાની માન્યતા છે. પિથોરા દેવ અન્નના દેવતા માનવામાં આવે છે.
આ વિલુપ્ત થતી કળાને આગળ વધારીને વૈશ્વિક સ્તરે લઇ જવામાં પરેશભાઇનો મોટો ભાળો છે. વૈશ્વિક સ્તરે તેઓ 30 થી વધારે એક્ઝિબિશન કરી ચુક્યા છે. તેઓ આ કળાને આગળ વધારવા માટે ઓનલાઇન અને ઓફલાઇન ટ્રેનિંગ આપીને મહત્તમ લોકોને આ કળા શીખવવા માટે પ્રયાસો કરે છે.
ADVERTISEMENT