Rishabh Pantના પગમાં હજુ એક સર્જરી બાકી, વર્લ્ડકપ સાથે એશિયા કપમાં રમવું પણ મુશ્કેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: ભારતના વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતના ડાબા ઘુંટણમાં ત્રણ મુખ્ય લિગામેન્ટ તૂટ્યા બાદ 2023માં મોટા ભાગનો સમય ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી બહાર રહી શકે છે. એક રિપોર્ટ મુજબ, પંતના ડાબા ઘુંટણમાં ત્રણ લિગામેન્ટ ટીયર છે, જેમાંથી બેની સર્જરી 6 જાન્યુઆરીએ થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ એક સર્જરી કરવાની બાકી છે. આ સર્જરી કરવા માટે ઓછામાં ઓછા 6 અઠવાડિયાની રાહ જોવી પડશે.

આ પણ વાંચો: જુનાગઢના ભાખરવડ ડેમમાં 4 લોકો ડૂબ્યા, 1 વ્યક્તિ હજુ પણ ગુમ, 2ના મોત

બે સર્જરી થઈ, હજુ એક સર્જરી થશે
રિપોર્ટમાં કહેવાયું છે કે, તમામ ત્રણ લિગામેન્ટ- એન્ટીરિયર ક્રૂસિએટ લિગામેન્ટ, પોસ્ટીરિયર ક્રૂસિએટ લિગામેન્ટ અને મેડિયલ કોલેટરલ લિગામેન્ટ, આ ત્રણેય પગની મૂવમેન્ટ અને તેને સ્થિરતા આપવા માટે સૌથી મહત્વપૂર્ણ હોય છે. પંતના મામલામાં ત્રણેયને નુકસાન પહોંચ્યું છે. હાલમાં જ કરાયેલી સર્જરીમાં પીસીએલ અને એમસીએલ બંનેનું પુનનિર્માણ કરવામાં આવ્યું હતું. પંતને એસીએલ માટે હજુ એક સર્જરી કરાવવી પડશે, જેના માટે ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી રાહ જોવી પડશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: 15 જાન્યુઆરી “ભારતીય સેના દિવસ” બોઝના આ સૂત્રને આત્માસાત કરનાર કે. એમ કરિઆપ્પાની યાદમાં ઉજવાય છે

6 મહિનાથી વધુ સમય ક્રિકેટથી દૂર રહેશે
પરિણામે પંતને ઓછામાં ઓછા 6 મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહેવું પડશે. જેના કારણે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં થનારા 2023 વન-ડે વર્લ્ડકપ માટે તેના ફિટ હોવા અને સિલેક્ટ થવા ઉપલબ્ધ હોવાની સંભાવનાઓ ઓછી જણાઈ રહી છે. નોંધનીય છે કે, 30 ડિસેમ્બરે દિલ્હીથી રૂડકી જતા સમયે પંતની કારનો અકસ્માત થયો હતો. જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT