પોરબંદરના જંગલ વિસ્તારમાં ફરી એકવાર લાગી આગી, કોઈ વ્યક્તિની સંડોવણી હોવાની અટકળો
પોરબંદરઃ રતનપર ગામમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ જ જંગલ વિસ્તારમાં પ્રંચંડ આગ ફાટી નીકળી હતી. ત્યારે એ સમયે…
ADVERTISEMENT
પોરબંદરઃ રતનપર ગામમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે. થોડા દિવસ અગાઉ જ જંગલ વિસ્તારમાં પ્રંચંડ આગ ફાટી નીકળી હતી. ત્યારે એ સમયે તો ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. હવે આજે ફરી એકવાર અહીં આગની ઘટના સામે આવતા અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. અટકળો તો એવી પણ વહેતી થઈ છે કે અહીં કોઈ ચોક્કસ વ્યક્તિ દ્વારા આગ લગાડવામાં આવી રહી છે. જોકે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા તજવીજ શરૂ કરી દીધી છે.
આગ લાગતા અનેક તર્ક વિતર્કો થયા…
રતનપર ગામમાં ફરી એકવાર જંગલ વિસ્તારમાં આગ લાગી ગઈ છે. નોંધનીય છે કે એક બે દિવસના અંતરાળમાં આ બીજી વાર છે જ્યારે જંગલ વિસ્તાર ભડકે બળ્યો છે. તેવામાં જોવા જઈએ તો અત્યારે આને બુઝાવવા માટે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તથા આગ પર કાબૂ મેળવવા માટે તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.
જાણી જોઈને આગ ચંપાતી હોવાનો દાવો
સતત 2 વાર આગની ઘટના સામે આવતા હવે અનુમાન લગાવાઈ રહ્યું છે કે આની પાછળ કોઈ વ્યક્તિનો હાથ હોઈ શકે છે. અત્યારે આગને બુઝાવવા માટે કાબૂમાં લેવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. વન વિભાગ દ્વારા પણ આ મુદ્દે વિગતવાર કાર્યવાહી થાય એની તકેદારી લેવાય એવી માગ ઉઠી રહી છે.
ADVERTISEMENT
With Input: અજય શીલુ
ADVERTISEMENT