જુનિયર ક્લાર્કના પેપરલીક મુદ્દે સરકારના પુતળાને ફાંસી આપી સુત્રોચ્ચાર થતા પોલીસ દોડતી થઇ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rajkot NEWS: જુનિયર ક્લાર્કની (Junior Clerk Paper Leak) પરીક્ષાનું પેપરલીક થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે પેપરલીક કાંડના પગલે રાજકોટ NSUI આશ્ચર્યજનક વિરોધ કર્યો હતો. જેમાં શહેરના ઇન્દિરા સર્કલ (RAJKOT INDIRA CIRCLE) ચોકમાં સરકારના પુતળાને ફાંસી આપીને NSUI કાર્યકર દ્વારા ચક્કાજામ કરાયો હતો. ઘટનાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. કાર્યકરોની અટકાયત કરી હતી.

પેપર લેવાય તે પહેલા જ ફુટી જતા લોકોમાં ભારે આક્રોશ
હાલમાં જ જુનિયર ક્લાર્કનું પેપર લેવાય તે પૂર્વે જ પેપર ફુટવાને કારણે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે પોલીસે કલાકોમાં ફરિયાદ નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. જો કે આમ છતા વિદ્યાર્થીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં પણ આ ઘટનાને કારણે ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. NSUI ના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ઇન્દિરા સર્કલ ખાતે અનોખો વિરોધ નોંધાયો હતો.

પંચાયત રાજ્યમંત્રી રાજીનામું આપે તેવી માંગ
પેપરલીકની ઘટનાને પગલે સરકાર વિરોધી ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. પંચાયતમંત્રી રાજીનામું આપે તેવી માંગ પણ કરી હતી. ઇન્દિરા સર્કલ ખાતે ઓવરબ્રિજ પર પેપરફોડ સરકારના પુતળાને ફાંસી આપી હતી. જેના કારણે તંત્ર દોડતું થયું હતું. સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરનારા કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઇન્દિરા સર્કલ ખાતે ટ્રાફીક જામ થતા ટ્રાફીક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. જેના પગલે પોલીસે તમામની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT