બિહારના કુખ્યાત ગેંગ્સ્ટર સુરતમાં હતા, પરંતુ ગુજરાત ક્રાઇમબ્રાંચે કર્યું મોટુ કરતબ
સંજયસિંહ રાઠોડ/સુરત : બિહારમાં થયેલી ગેંગવોરમાં પાંચ લોકોની હત્યા કરનારા ચાર ગેંગસ્ટરને સુરત પોલીસે સુરતમાંથી ઝડપી લીધા છે. બિહારના કઠિયાર જિલ્લામાં ગત્ત દિવસો દરમિયાન મોહન…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત : બિહારમાં થયેલી ગેંગવોરમાં પાંચ લોકોની હત્યા કરનારા ચાર ગેંગસ્ટરને સુરત પોલીસે સુરતમાંથી ઝડપી લીધા છે. બિહારના કઠિયાર જિલ્લામાં ગત્ત દિવસો દરમિયાન મોહન ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગવોર થઇ હતી. જેમાં પાંચ લોકોના મોત નિપજ્યાં હતા. બિહારમાં ગેંગવોરને અંજામ આપનારા મોહન ઠાકુર ગેંગના ચાર શાર્પ શુટરોને બિહાર એસટીએપ, મુખબીર અને ટેક્નિકલ સર્વેના આધારે ઝડપી લેવા માટે પ્રયાસ કરી હતી. આ આરોપીઓ સુરતમાં હોવાની માહિતી મળતા સુરત પોલીસને આ અંગે માહિતી આપી હતી. જેથી સુરત ક્રાઇમબ્રાંચ પોલીસે દેવધ ચેક પોસ્ટ પરથી તેની ધરપકડ કરી લીધી છે. બિહાર એસટીએફને આરોપીઓ સોંપી દીધા છે.
સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા તત્કાલ આરોપીની ધરપકડ
સુરત ક્રાઇમબ્રાંચની ગિરફ્તમાં રહેલા બિહારની મોહન ઠાકુર ગેંગના શાર્પશુટરો છે જે ગત્ત 8 ડિસેમ્બર, 2022 બિહાર રાજ્યના કઠિયાર જિલ્લામાં પિંકુ યાદવ ગેંગ વચ્ચે ગેંગવોરમાં સંડોવાયેલા હતા. મોહન ઠાકુર અને પીંકુ યાદવ ગેંગ વચ્ચે થયેલી આ ગેંગવોરમાં પાંચ લોકોનાં મોત નિપજ્યાં છે.
મોહનઠાકુર ગેંગ બિહારની કુખ્યાત ગેંગ પૈકીની એક છે
સુરત ક્રાઇમબ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવેલા મોહન ઠાકુર ગેંગના શાર્પ શુટરોમાં 26 વર્ષીય, સુમરકુવર ફાગુકુવર ભૂમિહાર, 19 વર્ષીય અમન સત્યેન્દ્ર તિવારી, 21 વર્ષીય અભિષેક ઉર્ફે ટાઇગર શ્રીરામરાયનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ અંગે માહિતી આપતા સુરત ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સપેક્ટર લલિત વાઘડિયાએ જણાવ્યું કે, મોહન ઠાકુર અને પિંકુ યાદવ ગેંગ વચ્ચે થયેલી ગેંગવોરમાં 5 લોકોના મોત નિપજ્યાં હતા. ગેંગવોરમાં મહત્વની ભુમિકા ભજવનારા ચારેય શાર્પશુટરોની ધરપકડ કરી લેવાઇ છે.
ADVERTISEMENT
બિહાર એસટીએફ દ્વારા માંગવામાં આવી હતી મદદ
બિહાર એસટીએફને માહિતી મળી કે આ તમામ આરોપીઓ સુરતમાં છે. જેના પગલે બિહાર એસટીએફની ટીમ સુરત આવી હતી. આરોપીઓની ધરપકડ માટે સુરત ક્રાઇમબ્રાંચ અને બિહાર એસટીએફ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરતમાં છુપાઇને બેઠેલા તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. અત્રે નોંધનીય છે કે, આરોપીએ પીંકુ યાદવ ગેંગના 4 સભ્યોની હત્યા કરીને નદીમાં ફેંકી દીધા હતા અને ફરાર થઇ ગયા હતા.
ચાર લોકોની હત્યા કરીને મૃતદેહ નદીમાં ફેંકી દીધા હતા
મોહનલાલ ઠાકુર ગેંગ વિરુદ્ધ બિહાર રાજ્યના કઠિયાર જિલ્લામાં હત્યા, એક્સટોર્શન, હત્યાના પ્રયાસ, લુંટ, મારપીટ વગેરે જેવા અનેક ગુનાઓ દાખલ છે. ધરપકડ કરાયેલા આરોપીઓને બિહાર લઇ જવા માટે કોર્યમાં રજુ કરવામાં આવ્યા છે. આરોપીઓનું 09 જાન્યુઆરી, 2023 સુધીની ટ્રાન્ઝીટ રિમાન્ડ બિહાર એસટીએફને સોંપી દેવાયા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT