2024 પછી પણ કઈ નહીં બદલાય ભાજપના જ નેતાએ ટ્વિટ કરી બતાવી વાસ્તવિકતા, જાણો શું છે મામલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર વિવિધ સમસ્યાઓને લઈ સરકાર તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન દોરતા રહે છે. વિવિધ પ્રશ્નોને લઈ કરેલ ટ્વિટ સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે તાજેતરમાં જ અમરેલીમાં ઝડપાયેલા રેતીચોરીના કૌભાંડમાં નેતાઓને લઈ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટરો પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારે હવે 2024ની ચૂંટણી બાદ ખેડૂત અને ખેત મજૂરની શું સ્થિતિ હશે તેના પર કટાક્ષ કર્યો છે. ડો. ભરત કાનાબારે ટ્વિટ કરી કહ્યું કે, ખેડૂત કે મજુરને પૂછશો તો એ પણ કહેશે કે, 24 પછી ફેરફાર થશે ખરો પણ 24 પછી 25 આવશે ઈ ફેરફાર બીજો કોઈ ફેરફાર નહિ.

અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે વધુએક ટ્વિટથી રાજકીય ખળભળાટ મચ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈને ટ્વિટ કરતાં કહ્યું કે ચૂંટણી બાદ પણ ખેડૂત અને ખેત મજૂરની સ્થિતિ તેની તે જ રહેશે. કોઈ જ ફેર ફર નહીં થાય.

વડાપ્રધાન અને ગૃહમંત્રીને કર્યું ટેગ 
ડૉ. ભરત કાનાબાર પોતાના ટ્વિટને લઈ સતત ચર્ચિત રહ્યા છે. આ દરમિયાન  આજે લોકસભાની ચૂંટણી બાદ પણ ખેડૂત અને ખેત મજૂરની સ્થિતિને ટ્વિટ કરતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આ ટ્વિટમાં ડૉ. ભરત કાનાબારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને ટેગ પણ કર્યા છે.

ADVERTISEMENT

જાણો શું લખ્યું ટ્વિટમાં
પોલિટિકલ પંડિતો આગામી લોકસભાની ચૂંટણીઓને લઈને “24 પછી કેન્દ્રમાં શું” એવા ટાઇટલ નીચે અખબારોની કોલમો ભરી રહ્યા છે પણ કોઈ ગામડાના ઓછું ભણેલા ખેડૂત કે મજુરને પૂછશો તો એ પણ કહેશે કે, “ 24 પછી ફેરફાર થશે ખરો પણ 24 પછી 25 આવશે ઈ ફેરફાર બીજો કોઈ ફેરફાર નહિ !

ADVERTISEMENT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ડૉ. ભરત કનાબારને કરે છે ફોલો
અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કનાબાર ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. વિવિધ મુદ્દાઓને લઈને સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરતાં જોવા મળી છે. ત્યારે ડૉ. ભરત કનાબારને ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફોલો કરી રહ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT