ગાંધીધામમાં NIA ના દરોડા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સાથી કુલવિંદર પર તવાઈ
કચ્છ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર સિન્ડિકેટ અંગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIA દ્વારા દેશના એક સાથે 7 રાજ્યમાં દરોડા પાડયા છે. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર…
ADVERTISEMENT
કચ્છ: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ગેંગસ્ટર સિન્ડિકેટ અંગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. NIA દ્વારા દેશના એક સાથે 7 રાજ્યમાં દરોડા પાડયા છે. ગુજરાતના ગાંધીધામમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીક ગણવામાં આવતા કુલવિંદરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. કુલવિંદર લાંબા સમયથી બિશ્નોઈનો સાથી છે. તેની સામે બિશ્નોઈ ગેંગના સાથીઓને આશ્રય આપવાનો કેસ છે. આ ઉપરાંત કુલવિંદર ઈન્ટરનેશનલ ડ્રસ સિન્ડિકેટ સાથે સંકળાયેલો છે.
NIA એ પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 70થી વધારે જગ્યાએ દરોડા પાડ્યા છે. NIAના આ દરોડા ગેંગસ્ટર અને ક્રાઈમ સિન્ડિકેટ સાથે જોડાયેલા કેસમાં પાડવામાં આવ્યા છે. આ દરોડા ટેરર ફંડિંગને લઈને ગેંગસ્ટર અને તેના નજીકના લોકો પર પાડવામાં આવ્યા છે. ગુજરાતમાં લોરેન્સ બિશ્નોઈના સાથી કુલવિંદરના ત્યાં NIA દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કુલદીપ લાંબા સમયથી બિશનોઈની ગેંગ સાથે જોડાયેલો છે અને આ પહેલા પણ અનેક વાર તેનું નામ સામે આવ્યું હતું. કુલવિંદરનું નામ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં પણ જોડાઈ ચૂક્યું છે.
NIAના રડાર પર
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, નીરજ બવાના, ટિલ્લુ તાજપુરિયા અને ગોલ્ડી બ્રાર પહેલેથી જ NIAના રડાર પર છે. NIAએ આ મામલે ઘણા ગેંગસ્ટરોની પૂછપરછ પણ કરી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં ૫૦ થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો: ઘોડાદ્રા પોલીસ એક્શન મોડમાં, ચોરીના 8 વાહન સાથે 3 ને ઝડપી પાડયા
ગયા વર્ષ પણ પાડવામાં આવ્યા હતા દરોડા
વર્ષ 2022ના ઓક્ટોબરમાં આતંકવાદ વિરોધી એજન્સી NIAએ ઉત્તર ભારત અને દિલ્હીમાં 50થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી એજન્સીએ એક ગેંગસ્ટર અને વકીલની પણ ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: કૌશિક કાંઠેચા,કચ્છ )
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT