વડોદરાના રાજકારણમાં નવાજૂનીના એંધાણ, દિનુમામા ફરી ભાજપમાં જોડાય તેવી શક્યતા

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં હાઇ વૉલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. નારાજ નેતાઓ અક્ષપ ઉમેદવારી નોંધાવી મેદાને ઉતર્યા હતા. અને પક્ષનો સાથ છોડ્યો હતો. ત્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલને ટિકિટ ન મળતા તે અપક્ષ મેદાને ઉતર્યા હતા અને ભાજપમાંથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારે હવે દિનેશ પટેલ ફરી પોતાના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં પ્રવેશ કરે તેવા એંધાણ છે.

ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થતાંની સાથે વડોદરા જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ બાદ પાદરા વિધાનસભા બેઠક ઉપર પણ ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે હોળાષ્ટક બાદ 46 કાર્યકરો સાથે દિનુમામા ફરી ભાજપમાં જોડાય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.

આ નેતાઓએ કરી હતી વડોદરા જિલ્લામાંથી અપક્ષ ઉમેદવારી 
દિનુભાઈ પટેલે વડોદરા જિલ્લાના પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી
મધુ શ્રીવાસ્તવે વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી.
કુલદીપસિંહ રાઉલે વડોદરા જિલ્લાની સાવલી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરી હતી.

ADVERTISEMENT

દિનુ પટેલે ભાજપમાંથી આપ્યું હતું રાજીનામું
બરોડા ડેરીના ચેરમેન દિનુ પટેલે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલને ટિકિટ ન મળતા તેઓ નારાજ થયા હતા તેમજ દિનુ પટેલે પાદરા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. દિનુ પટેલને હર્ષ સંઘવી અને સી આર પાટીલની સમજાવટ બાદ તેઓ માન્યા ન હતા. દિનુ પટેલે સી આર પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું મોકલ્યું હતું. પાર્ટી દિનુ પટેલને સસ્પેન્ડ કરે તે પહેલા જ દિનુ પટેલે પાર્ટીને રામ રામ કર્યા હતા. જોકે આ બેઠક પર ચૈતન્ય ઝાલાની જીત હટાઈ હતી ત્યારે હવે દિનુ મામા ફરી ભાજપમાં જોડાઈ શકે છે.

દિનેશ પટેલે બરોડા ડેરીના ચેરમેન પદ પરથી પણ આપ્યું હતું રાજીનામું
પાદરાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીમાં છેલ્લા આઠ વર્ષથી પ્રમુખ પદે રહેલા દિનેશ પટેલે અચાનક રાજીનામું આપી દેતાં દૂધ ઉત્પાદકો અને સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. તેમણે બોર્ડ ઓફ ડિરેક્ટરને રાજીનામું સોંપી દીધું હતું. રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષમાં મારા પ્રમુખ પદ તરીકે તમામનો સાથ સહકાર મળ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.

ADVERTISEMENT

બરોડા ડેરીમાં ચૂંટણી
સતત વિવાદમાં ચાલી રહેલી બરોડા ડેરીમાં જૂન મહિનામાં ફરી બરોડા ડેરીની ચૂંટણી યોજાવાની છે ત્યારે તેઓ ફરી ભાજપમાં જોડાવાના છે જેને લઈ અટકળો શરૂ થઈ છે. ડેરી ડિરેકટર સતીશ નિશાળીયાને ભાજપ જિલ્લા પ્રમુખ બનાવ્યા છે. ત્યારે દિનેશ પટેલ 46 કાર્યકર અગ્રણીઓ સાથે ભાજપમાં જોડાશે તેવી ચર્ચા તેજ બની છે. દિનેશ પટેલ ભાજપમા જોડાય તો બરોડા ડેરીનું રાજકારણ ફરી ગરમાશે.

ADVERTISEMENT

આ પણ વાંચો: અમદાવાદી મહિલાઓમાં જોવા મળ્યો અનોખો ક્રેઝ, લગ્ન વગર સિંગલ મધર બનવાનો આંકડો છે ચોકાવનારો

વાઘોડિયાના ધારાસભ્ય પણ જોડાઈ શકે છે ભાજપમાં
વાઘોડિયા બેઠક પર હાઇ વૉલ્ટેજ દરમાં જોવા મળ્યો હતો. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાયા બાદ તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે આ બેઠક પર ભાજપે શવિન પટેલને મેદાને ઉતાર્યા હતા. અને વાઘોડિયા બેઠક પર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ બંનેની હાર થઈ હતી. આ બેઠક પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત હાંસલ કરી હતી. ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

વિથ ઈનપુટ: દિગ્વિજય પાઠક, વડોદરા

    follow whatsapp

    ADVERTISEMENT