પૈસાનો હિસાબ માગતા પત્ની બની રણચંડી, પતિના હાથ-પગ બાંધીને લાકડી લઈને તૂટી પડી, જુઓ VIDEO

ADVERTISEMENT

gujarattak
social share
google news

UP: ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં એક યુવકને તેની પત્ની પાસેથી પૈસાનો હિસાબ માંગવો ભારે પડ્યો હતો. પૈસાનો હિસાબ માંગવા પર ગુસ્સે ભરાયેલી પત્નીએ તેની બહેન સાથે મળીને પતિને બાંધી દીધો અને પછી લાકડીઓ વડે માર માર્યો. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

મળતી માહિતી મુજબ, આ મામલો અકબરપુર કોતવાલી વિસ્તારના બાઢાપુર ગામનો છે. અહીં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલીક મહિલાઓ એક પુરુષના હાથ-પગ બાંધીને તેને લાકડીઓ વડે મારતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પીડિતની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે.

બાઢાપુર ગામમાં રહેતા શિવકુમાર બનારસમાં તેના ભાઈ સાથે કુલ્ફીની રેકડી ચલાવે છે. ઘર ચલાવવા માટે તે દર મહિને અમુક પૈસા પત્નીને મોકલતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે શિવકુમાર બનારસથી ઘરે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે તેમની પત્નીએ 8 ક્વિન્ટલ ઘઉં વેચી દીધા છે.

ADVERTISEMENT

ઘઉં વેચવાનું કારણ પૂછતાં પત્ની ગુસ્સે થઈ ગઈ
શિવકુમારે તેની પત્નીને ઘઉં વેચવાનું કારણ પૂછ્યું. આ સાથે બનારસમાં રહેતા તેણે મોકલેલા 32 હજાર રૂપિયાનો હિસાબ માંગવાનું શરૂ કર્યું. શિવકુમારે હિસાબ પૂછવા પર તેની પત્ની સુશીલા ગુસ્સે થઈ ગઈ અને તેની બહેન સાથે મળીને તેના પતિ શિવકુમારના હાથ-પગ બાંધી દીધા. આ પછી તેને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું. આ દરમિયાન શિવકુમાર જોરજોરથી બૂમો પાડતો રહ્યો. આ બાબતનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે પીડિત પતિની ફરિયાદ પર કેસ નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે. આ અંગે અકબરપુર કોટવાલ સતીશ સિંહે જણાવ્યું કે, બાઢાપુરના શિવ કુમારે પોતાના પર હુમલાની ફરિયાદ આપી હતી, જેના પર NCR 323, 504 હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT