ભારતીય રેલવેના સૌથી ભયાનક 10 અકસ્માતઃ કોઈ નદીમાં પડી, તો ક્યાંક બર્નીંગ ટ્રેન, તો કોઈ…
નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક મોટી ટ્રેન દૂર્ઘટના થઈ ગઈ છે. 12841 શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ (12841 Shalimar – Chennai Coromandel Express accident) એક માલગાડી…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોર જિલ્લામાં એક મોટી ટ્રેન દૂર્ઘટના થઈ ગઈ છે. 12841 શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ (12841 Shalimar – Chennai Coromandel Express accident) એક માલગાડી સાથે અથડાઈ જે પછી ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટનામાં અંદાજે 50 લોકો મૃત્યુ પામ્યાની આશંકા દર્શાવાઈ રહી છે, જ્યારે179થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે. તેને 2016 પછીની દેશમાં સૌથી મોટી ટ્રેન દૂર્ઘટના માનવામાં આવી રહી છે. જેને પગલે એક વખત ફરી દેશમાં થનારા ટ્રેન અકસ્માતોને લઈને ચર્ચા શરૂ થઈ છે. દેશમાં અત્યાર સુધી થયેલા 10 સૌથી મોટા ટ્રેન અકસ્માતો અંગે આવો જાણીએ.
1. વિશ્વના ટોપ-5 ટ્રેન અકસ્માતોમાં શામેલ છે ખગડિયાનો એક્સિડેન્ટ
6 જૂન 1981એ બિહારના ખગડિયા જિલ્લામાં થયેલો અકસ્માત દેશ જ નહીં વિશ્વના સૌથી ભયાનક 5 અકસ્માતોમાં શામેલ છે. માનસીથી સહરસા જઈ રહેલા યાત્રિઓથી ભરેલી ટ્રેન બાગમતી નદીના ઉપર બનેલા પુલ પર પાટા પરથી ઉતરી ગઈ હતી. 9 ડબ્બા પૈકીના 7 ડબ્બા નદીમાં જઈને પડ્યા હતા. ભારે વરસાદ અને પુરના કારણે નદી પણ પાણીથી છલોછલ ભરેલી હતી. ઘટનામાં 5 દિવસ સુધી નદીમાંથી લાશો કાઢવામાં આવી હતી. સરકારી આંકડા પ્રમાણે 300 લોકો તેમાં મૃત્યુ પામ્યા હતા પણ ટ્રેનમાં સવાલ લોકોએ ઓછામાં ઓછા 800 લોકો મૃત્યુ પામ્યા હોવાનો દાવો કર્યો હતો.
કચ્છમાં ફરી લમ્પી રોગનો પગપેસારો, માધાપરની ગૌશાળામાં ગાયોમાં લમ્પીના લક્ષણ દેખાતા પશુપાલકો ચિંતામાં
2. પશ્ચિમ બંગાળમાં બે ટ્રેન વચ્ચેના અકસ્માતમાં 285 લોકોના મોત
3 ઓગસ્ટ, 1999માં પશ્ચિમ બંગાળના ગૈસલમાં મોટી ટ્રેન દૂર્ઘટના ઘટી હતી. દિલ્હી જઈ રહેલી બ્રહ્મપુત્ર મેલ અને અવધ-અસમ એક્સપ્રેસ વચ્ચે સીધી જ ટક્કર થઈ ગઈ હતી. આ ઘટનામાં અંદાજે 285 લોકોના મોત થયા હતા જ્યારે 312 લોકો ઘાયલ થયા હતા.
ADVERTISEMENT
3. પંજાબમાં થયેલા અકસ્માતમાં પણ 209 લોકોના જીવ ગયા
26 નવેમબર, 1998માં પંજાબના ખન્ના જિલ્લામાં ટ્રેન અકસ્માત થયો હતો. જમ્મૂ તાવી-સિયાલદહ એક્સપ્રેસ અને અમૃતસર ગોલ્ડન ટેંપલ એક્સપ્રેસ એક બીજા સાથે ભટકાઈ હતી. આ ઘટનામાં અંદાજે 209 લોકોના મોત થયા હતા જ્યારે 120થી વધારે લોકો ઘાયલ થયા હતા.
4. પશ્ચિમ બંગાળમાં ટ્રેન ડિરેલથી થયા હતા 170ના મોત
28 મે, 2010માં પશ્ચિમ બંગાળમાં જ્ઞાનેશ્વરી એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગઈ હતી. આ ઘટનામાં લગભગ 170 લોકોના મોત થઈ ગયા હતા. આ ઘટના પાછળ નક્સલી હુમલાની આશંકાઓ પણ વર્ણવવામાં આવી હતી.
ADVERTISEMENT
‘ધારા બેનના હત્યારાઓને ફાંસી આપો’, સુરજ ભુવા સહિતના આરોપીઓને કડક સજા અપાવવા કોણ મેદાને આવ્યું?
5. રાજધાની એક્સપ્રેસના બિહારમાં નદીમાં પડી જવાથી 150ના મોત
10 સપ્ટેમ્બર, 2002એ બિહારના ગયામાં મોટી ટ્રેન દૂર્ઘટના થઈ હતી. ગયાના રફીગંજના નજીક ઝડપથી પસાર થઈ રહેલી રાજધાની એક્સપ્રેસ અચાનક ડિરેલ થઈ ગઈ હતી. તેનાથી ટ્રેનના કેટલાક કોચ સીધા નદીમાં જઈને પડ્યા હતા. આ ઘટનામાં લગભગ 150 લોકોના મોત થયા હતા.
ADVERTISEMENT
6. કાનપુરમાં ટ્રેન પાટા પરથી ઉતરી જતા 142 વ્યક્તિના મોત
21 નવેમ્બર, 2016એ ઉત્તર પ્રદેશના કાનપુર શહેરથી 100 કિલોમીટર દૂર ટ્રેન અકસ્માત થયો હતો. પટણા-ઈંદૌર એક્સપ્રેસના 14 કોચ પુખરાયા (Pukhrayan Train Accident)માં પાટા પરથી ઉતરી જવા પર 142 લોકોના મોત થયા હતા, જ્યારે 200થી વધારે લોકો ઘાયલ થયા હતા.
7. મધ્ય પ્રદેશમાં નદીમાં ટ્રેન પડવાથી 100 લોકો મૃત્યુ પામ્યા
14 સપ્ટેમ્બર, 1997માં મધ્યપ્રદેશના વિલાસપુરમાં અમદાવાદ-હાવડા એક્સપ્રેસ ડિરેલ થઈ ગઈ હતી. ટ્રેનના પાંચ ડબ્બા સીધા જ નદીમાં જઈને પડ્યા હતા. જેનાથી 100 લોકોના મોત થયા હતા જ્યારે આ અકસ્માતમાં 200 થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
‘કવચ’ ટેકનોલોજીનું શું થયું? ઓડિશા ટ્રેન દુર્ઘટના બાદ રેલવે મંત્રીના દાવા પર ઉઠ્યા સવાલ, રાજીનામાની માંગ
8. એટામાં બસ જોડે ટ્રેનની ટક્કર, 69 લોકોના થયા મોત
7 જુલાઈ, 2011એ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં છપરા-મથુરા એક્સપ્રેસનો મોટો અકસ્માત થયો હતો. એક માનવરહિત ક્રોસિંગ પર ટ્રેન બસ સાથે ભટકાઈ હતી. જેમાં અંદાજે અડધો કિલોમીટર સુધી તો બસ ફેંકાઈ ગઈ હતી. રીતસર ટ્રેન સાથે ઘસડાઈ હતી. આ ઘટનામાં 69 લોકોના જીવ ગયા હતા.
9. મહારાષ્ટ્રમાં ટ્રેન પાટા પરથી ઉતરી પડતા 51ના મુસાફરોના મોત
22 જૂન, 2003એ ગોવા અને મહારાષ્ટ્રની સીમા પર રત્નાગીરી નજીક એક ટ્રેન દૂર્ઘટના થઈ હતી. એક સ્પેશ્યલ પેસેન્જર ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી જવાના કારણે 51 યાત્રાળુઓના મોત થયા હતા.
10. નેલ્લોરમાં બર્નિંગ ટ્રેન થતા રહી ગઈ હતી
30 જુલાઈ, 2012માં દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી તમીલનાડુ એક્સપ્રેસ અચાનક બર્નિંગ ટ્રેન બની ગઈ હતી. ટ્રેનના એક કોચમાં નેલ્લોર પાસે અચાનક કોઈ કારણે આગ લાગી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે તેના કોચથી લોકોને નીકળવાની તક પણ મળી ના હતી અને 30થી વધારે લોકોના મૃત્યુ થયા હતા.
(Source: Internet)
ADVERTISEMENT